ફાયરશાખાએ  ઓડીટથી વિગતો છુપાવતા અનેક તર્ક-વિતર્ક..

હાઇરાઇઝ NOCમાં પણ ભંભે લીટા..

ફાયરશાખાએ  ઓડીટથી વિગતો છુપાવતા અનેક તર્ક-વિતર્ક..

Mysamachar.in-જામનગર:

કોર્પોરેશનના અમુક પેધી ગયેલા વિભાગો ઓડીટ શાખાને ગાંઠતા જ ન હોય પારદર્શિતા કેમ આવશે તે સવાલ સહેજે થાય ઓડીટ અહેવાલ બાદ કમીટીની તાકીદ થવા છતા પણ પુર્તતા કરાતી નથી.તેવી અનેક ગંભીર અનેક બાબતો સામે આવે છે,તેમા વળી ફાયર શાખાની અનેક ખામીઓ સામે આવી છે,તેમા વિગતો છુપાવાતી હોવાનુ ચિત્ર ઉપસી રહ્યું છે,

સૌ જાણે છે કે,આવશ્યક સેવા કરતા વિભાગને ખર્ચની થોડી વધુ છુટ હોય એડજેસ્ટમેન્ટની પણ છુટ હોય પરંતુ ખર્ચ જેવી નાણાકીય બાબત અને બાકી વસુલાત મુદે તો ચોક્સાઇ હોવી ઘટે,પરંતુ આ વિભાગ કોને ખબર શા માટે આવી બાબતે ચોક્સાઇ રાખતુ નથી?કોની ઓથમા આ ચલાવ્યે રખાય છે?કે પછી સેનાપતિની લાયઝનીંગ આર્ટ કામ કરી જાય છે?

ફાયર શાખા હસ્તક જે એમ્બ્યુલન્સો છે,જે દર્દીઓને મુકવા તેડવા કે ઘણી વખત ડેડ બોડી મુકવા ભાડે અપાય છે,આ સેવાનુ જ કાર્ય છે,પરંતુ નિયતદર ફરજીયાત છે...દેખીતુ છે..સેવાનુ કાર્ય હોય તેના લાભની સાથે ગેરલાભ પણ લેવાય જાય તો ખબર ન પડે કેમ કે દર વખતે ચોક્કસ એન્ટ્રીઓ વિગત સાથે ન હોવાના મુદે આંગળી ચિંધાય છે,તેવામા એમ્બ્યુલન્સ મુદે કોની કેટલી વસુલાત બાકી છે,તે વિગત ઓડીટને ન આપી હોય વિગત છુપાવાતા તર્ક વિતર્ક થાય છે, આ અંગેના ઓડીટ પેરાની પુર્તતા પણ કરાઇ નથી.જે આવક દર્શાવાઇ તે પણ અધુરી વિગત સાથે હોવાનુ જણાયુ છે,

"સંબંધ" સાચવવા "સેવા" અપાઇ હોય તો પણ નોંધ કરવી જ પડે લેખિત ભલામણ સાથે માફીનો કેસ હોય તો પણ નોંધવુ પડે આવી તો અનેક બાબતો છે,જે જાહેર થતી નથી.તે બાબતે ઓડીટે ખુલાસો માંગ્યો છે,અને કમીટીએ જલ્દી પુર્તતાની તાકીદ કરી છે,

-હાઇરાઇઝ NOCમાં પણ ભંભે લીટા..

હાઇરાઇઝ માટે ફાયર NOC અપાય છે,તેમા નિયમ મુજબની પ્રોસેસ અને નિયમુજબના ચાર્જિસ વસુલાયા છે,કેમ રીન્યુની પ્રોસેસ સમય મર્યાદામા છે કે કેમ.?દંડ વસુલાયા છે કે કેમ.?તેની સંપુર્ણ વિગત અને કાયદેસરની પ્રકિયા નિભાવાય છે કે કેમ.?તે ચોખવટ ફાયર શાખાએ ઓડીટમા રજુ કરી નથી તે પણ આંગળી ચીંધનારી બાબત છે.