મિસિસ ઈન્ડિયા ગેલેક્સી -૨૦૧૮ સૌંદર્ય સ્પર્ધામાં મનીષા મોહિનાનીએ પસંદગી પામી જામનગર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું

my samachar.in ની લીધી મુલાકાત

મિસિસ ઈન્ડિયા ગેલેક્સી -૨૦૧૮ સૌંદર્ય સ્પર્ધામાં મનીષા મોહિનાનીએ પસંદગી પામી જામનગર અને  ગુજરાતનું ગૌરવ વધાર્યું

my samachar.in-જામનગર 

તાજેતરમાં દિલ્હી મુકામે ઇન્ડિયન બ્યુટી કેલેન્ડરની મિસિસ ઈન્ડિયા ગેલેક્સી-૨૦૧૮ ની સૌંદર્ય સ્પર્ધાની ફાઇનલ સ્પર્ધા આયોજીત થયેલ હતી, જેમાં મૂળ જામનગર અને હાલ અમદાવાદ મુકામે રહેતી મિસિસ મનીષા મોહિનાની નામની પરરિણીતાએ ફર્સ્ટ રનર્સઅપ તરીકે પસંદગી પામી ગુજરાતની સાથોસાથ અમદાવાદ તેમજ જામનગરનું ગૌરવ વધાર્યું છે,

કોર્પોરેટ ઇવેંટ્સ મેનેજમેન્ટમાં સમગ્ર ભારતમાં ખૂબ મોટું નામ ધરાવતી “વાઈબ્રન્ટ કોન્સેપ્ટ નામની કંપનીના ડાયરેક્ટર કુમારી ગિન્ની કપૂર તથા ગગનદીપ કપૂરની કંપની દ્વારા મિસિસ યુનિવર્સ તેમજ મિસ ઇન્ડિયાની સ્પર્ધા માફક સમગ્ર ભારતની પરણિત મહીલા માટે મિસિસ ઈન્ડિયા ગેલેક્સીનું આયોજન દર વર્ષે દિલ્હી મુકામે કરવામાં આવેલ છે,જેના ભાગરૂપે પ્રથમ દરેક રાજયમાં આ બાબતે જુદા જુદા માધ્યમોથી જાહેરાતો દ્વારા પરિણીત મહીલાઓને આમંત્રિત કરવામાં આવે હતી,અને ઓડિશન લીધા બાદ ફાઇનલ માટે દિલ્હી બોલવામાં આવે છે,જેમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ-૬૦ મહિલાઓના ઓડિશન લેવામાં આવ્યા હતા, જેમાથી ગુજરતમાથી માત્ર (૨)બે જ મહિલાઓની ફાઇનલ સ્પર્ધા માટે પસંદગી થયેલ હતી અને જે ફાઇનલ સ્પર્ધામાં ગુજરતમાથી એક માત્ર મૂળ જામનગરની મહીલા અને સેન્ટ આન્સ સ્કૂલ જામનગરમાં અભ્યાસ કરેલ હાલ અમદાવાદમાં સ્થાઈ થયેલ ફેશન ડિઝાઈનર મનીષા મોહિનાની તે જામનગરના રહીશ સ્વ.મુરારીલાલ વર્માના પુત્રીએ જુદા જુદા પ્રકારના ચેલેન્જ રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ કરી ફર્સ્ટરનરઅપ તરીકે વિજેતા જાહેર થયેલ હતા,

ચાલુ વર્ષની આ સ્પર્ધા ગત તા.૧૯ ના રોજ દિલ્હી મુકામે રાખવામા આવેલ હતી અને જેમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાથી પસંદગી પામેલ ૪૦ જેટલી મહિલાઓને વિજેતા માટે ફાઇનલ રાઉન્ડ રાખવામા આવેલ હતું, જેમાં ભુવનેશ્વરની ૩૦ વર્ષની આઈ.ટી.પ્રોફેશનલને  ક્લાસીક કેટેગરીમાં તથા લખનવની સૌમ્ય શર્માને ગોલ્ડ કેટેગરી માટે આને મનીષા મોહીનાની ફર્સ્ટ રનર્સઅપ તરીકે વિજેતા જાહેર કરવામાં આવેલ હતા,

આ સ્પર્ધામાં જજીસ તરીકે ટીવી એક્ટ્રેસ દિવ્યા મલિકા સુપર મોડલ હિમાની થાપા તથા ફેશન ડિઝાઈનર સદન પાંડે તેમજ ટીવી એક્ટર સની સચદેવા અને અભિનેત્રી સુરભિ તેમજ સેલિબ્રિટિ સ્ટાઇલિશ શિલ્વી રોઝર્સ અને યુનિવર્સ અરબએશિયા મિસિસ અનુપમા શર્માએ જવાબદારી નિભાવેલ હતી,

જામનગર અને ગુજરાત નું  ગૌરવ વધારનાર મનીષા મોહિનાનીએ આજે જામનગર થી શરૂ થયેલ પ્રથમ ન્યુઝ વેબ પોર્ટલ my samachar.in ની મુલાકાત લીધી,અને મેનેજિંગ એડિટર દર્શન ઠક્કર અને ન્યુઝ એડિટર રવિ બુદ્ધદેવ સાથે વાતચીત કરતાં જણાવ્યુ કે આજના સમય માં મહિલાઓ પુરુષ સમોવડિ તો છે જ પણ ક્યાક ને ક્યાક મહિલાઑ ને દરેક ક્ષેત્ર માં વધુ પ્રાધાન્ય આપવામાં આવે તો જ સ્ત્રીઓ ખરા અર્થ માં સ્વંતંત્ર બની શકશે અને સમાજ માટે નવી દિશા  આપનારા કર્યો કરી શકશે તેમ પણ તેને  અંતે જણાવ્યું હતું.