સામુહિક હત્યાકાંડઃ માતા-પુત્ર અને પત્નીની હત્યા કરી યુવક ફરાર

હત્યાકાંડ પાછળનું કારણ અકબંધ

સામુહિક હત્યાકાંડઃ માતા-પુત્ર અને પત્નીની હત્યા કરી યુવક ફરાર
ફાઇલ તસવીર

Mysamachar.in-બનાસકાંઠાઃ

બનાસકાંઠામાં સામુહિક હત્યાકાંડથી ભારે ચકચાર મચી જવા પામ્યો છે. યુવકે તેની માતા, પુત્રી અને પત્નીનો તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નીપજાવી યુવક ફરાર થઇ ગયો છે. પ્રાથમિક વિગત પ્રમાણે જિલ્લાના લાખણી તાલુકાના ભકડીયાલ ગામમાં એક પુત્રએ તેની માતા, પુત્ર અને પત્નીની કુહાડીના ઘાર મારી હત્યા કરી. ઘટનાની જાણ થતા જ આગથળા પોલીસ કાફલો અને ગામ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. હત્યા કરનાર યુવક હાલ ફરાર થઇ ગયો છે, જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે, જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. યુવકે કેમ પોતાના જ પરિવારની હત્યા કરી તે અંગે હાલ કોઇ કારણ જાણવા મળ્યું નથી. થોડા સમય પહેલા જ લાખણી તાલુકાના કુડા ગામે એક જ પરિવારના ચાર સભ્યોની સામુહિક હત્યા કરવાનો બનાવ બન્યો હતો ત્યારે જિલ્લા વધુ એક સામુહિક હત્યાની ઘટનાથી ચકચાર મચ્યો છે.