3 લાખ આપી દુલ્હન લાવ્યા, પણ રિસેપ્શન પહેલા જ...

શું છે મામલો જાણો

3 લાખ આપી દુલ્હન લાવ્યા, પણ રિસેપ્શન પહેલા જ...
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-મહેસાણાઃ

મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશમાં એક અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પરિવારજનોએ પુત્રવધુ ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. ઘટના એવી છે કે મહેસાણામાં રહેતા યુવકે રૂપિયા 3 લાખ રૂપિયા આપી મહારાષ્ટ્રની યુવતી સાથે સપ્તાહપૂર્વે ઉમિયા માતાજીના મંદિરે ફુલહાર કર્યા હતા. ત્યારબાદ 24મી નવેમ્બરે સમાજ અને પરિવારજનોની હાજરીમાં રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જો કે અચાનક વહેલી સવારથી યુવતી ગુમ થઇ છે. બાદમાં યુવકે યુવતી અને તેના પરિવારજનોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો મોબાઇલ સ્વીચ ઓફ આવી રહ્યો છે, તો તેઓ જ્યાં રહેતા હતા એ ઘર છોડી તેઓ ક્યાંક જતા રહ્યાં હોવાનું સામે આવ્યું છે. એવામાં યુવકે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. યુવકના મિત્રએ પણ મહારાષ્ટ્રની યુવતી સાથે લગ્ન કર્યા હતા, જેનો ઘર સંસાર સફળ છે, જે જોઇને યુવકે પણ મહારાષ્ટ્રની કન્યા સાથે લગ્ન કર્યા પરંતુ રિસેપ્શનને હજુ આઠ દિવસની વાર છે ત્યાં દુલ્હન ગુમ થઇ જતાં યુવક અને તેનો પરિવાર ચોધાર આંસુએ રડી રહ્યો છે. ત્યારે પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.