દૂધવાળો બન્યો બૂટલેગર, દૂધના કેનમાં દારૂની બોટલ ભરી કરતો હેરાફેરી !

દૂધની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ

દૂધવાળો બન્યો બૂટલેગર, દૂધના કેનમાં દારૂની બોટલ ભરી કરતો હેરાફેરી !

Mysamachar.in-રાજકોટઃ

ગુજરાતમાં દારૂબંધી હોવા છતા બૂટલેગરો દ્વારા વિવિધ કીમિયા અજમાવી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જો કે આ વખતે કોઇ વાહનમાં નહીં પરંતુ દૂધ પહોંચાડવાના કેનમાં દારૂની હેરાફેરી થતી હતી. પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. દૂધના કેનમાં તલાસી લેવામાં આવી તો તેમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. રાજકોટ બી ડિવિઝન પોલીસે દૂધના કેન લઇને પસાર થતા સુરેશ વિકમા નામના વ્યક્તિની અટકાયત કરી હતી. બાદમાં દૂધના કેનમાં તપાસ કરતાં તેમાં દૂધના બદલે વિદેશી દારૂની 750 MLની શીલપેક 18 બોટલ મળી આવી હતી, જેની કિંમત 7200 થાય છે. આ સિવાય પોલીસે 1500 રૂપિયાનું દૂધનું કેન, બાઇક તથા મોબાઇલ મળી કુલ 34,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.