ચાલુ ડાયરામાં કલાકાર પર પૈસાને બદલે ફડાકાનો વરસાદ !

ક્યાં બની આ ઘટના ?

ચાલુ ડાયરામાં કલાકાર પર પૈસાને બદલે ફડાકાનો વરસાદ !

Mysamachar.in-બોટાદઃ

બોટાદમાં ચાલુ ડાયરામાં ફડાકાનો વરસાદ થવાનો વીડિયો વાયુવેગે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. માતાજીના માંડવામાં આયોજીત ડાયરામાં એક વ્યક્તિ સ્ટેજ પર ચડી ભજન ગાતા કલાકાર પર એકાએક ફડાકાવાળી શરૂ કરી દેતા થોડીવાર માટે સ્ટેજ પર બેઠેલા અન્ય કલાકારો સહિત ડાયરો સાંભળવા આવેલા લોકો પણ સ્તબ્ધ થઇ ગયા હતા. બાદમાં લોકોનો આક્ષેપ છે કે કલાકાર પ્રભાતસિંહ સોલંકી નશો કરી આવ્યો હતો જેના કારણે નારાજ એક વ્યક્તિએ તેમને એક બે નહીં ત્રણ ફડાકા મારી દીધા હતા. તો સ્ટેજ પર ફડાકા બાદ કલાકાર પ્રભાતસિંહ સોલંકીને સ્ટેજ નીચે ઉતરી જવાનું કહ્યું. બાદમાં જેવા પ્રભાતસિંહ સ્ટેજ નીચે ઉતર્યા કે અન્ય લોકોએ પણ મેથીપાક ચખાડ્યો હતો. શું ખરેખર કલાકાર પ્રભાતસિંહ સોલંકી દારૂનાં નશામાં હતો કે કેમ તે હાલ બહાર આવ્યું નથી. લાફાવાળી ઘટના બાદ ફડાકા મારનાર યુવકના સમર્થનમાં લોકોએ જણાવ્યું કે માતાજીના માંડવામાં દારૂ પીને આવતા માતાજીની ગરીમા જળવાતી નથી. તો બીજી બાજુ ઘટનાનો વીડિયો વાયરલ બન્યો છે જેના કારણે ડાયરા પ્રિય ગુજરાતની જનતા અને કલાકારોમાં ભારે ચર્ચા જાગી છે.