પ્રેમનો ઇનકાર કરતાં વિફરેલા યુવકે પાર્કમાં આચર્યું દુષ્કર્મ

વધુ એક ઘટના

પ્રેમનો ઇનકાર કરતાં વિફરેલા યુવકે પાર્કમાં આચર્યું દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-મહેસાણાઃ

મહેસાણામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે 15 વર્ષિય કિશોરી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે શાળાએ ગયેલી કિશોરીને આરોપી યુવકે પ્રેમ કરતો હોવાનું કહી લવલેટર આપ્યો હતો, જો કે યુવતીએ લેટર ન સ્વીકારતા યુવક રોષે ભરાયો હતો અને લવ લેટર ફાડી મરી જવાની ધમકી આપી બ્લેકમેઇલ કરવા લાગ્યો હતો. ત્યારબાદ યુવતીને રીક્ષામાં બેસાડી તિરુપતિ નેચરલ પાર્કમાં લઇ નિર્જન જગ્યા પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટના બાદ ડરી ગયેલી યુવતીએ શાળા જવાની મનાઇ કરી, જે અંગે તેણીની માતાએ પૂછપરછ કરતાં સમગ્ર હકિકત જણાવી હતી. બાદમાં પરિવાર સાથે કિશોરીએ મહેસાણા શહેર એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર બાબતે હાલ પોલીસે દુષ્કર્મ, પોક્સો અંતર્ગત ગુનો નોંધી પ્રાથમિક તપાસ હાથ ધરી છે જ્યારે આરોપી યુવકની ધરપકડ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.