માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી પરપ્રાંતિય યુવકની હત્યા

કંપનીમાં સાથે કામ કરતાં હતા

 માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી પરપ્રાંતિય યુવકની હત્યા
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-દેવભૂમી દ્વારકાઃ

ઓખા પાસે મીઠાપુરમાં એક પરપ્રાંતિય યુવકની હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. અહીં આરંભડા પાસે સીગ્મા કંપનીમાં મજૂરી કામ કરતાં શખ્સની આ જ કંપનીમાં મજૂરી કરતાં અન્ય એક પરપ્રાંતિય શખ્સે તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નીપજાવી હતી. સમગ્ર ઘટના અંગે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે આરંભડા પાસે આવેલી સીગ્મા કંપનીમાં એક મજૂરની માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. ઘટના અંગે જાણ થતા મીઠાપુર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પ્રથામિક તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે મૃતક મૂળ ઝારખંડનો રહેવાસી છે અને તેનું નામ બોધો જીત્યા તીરકી  છે, જ્યારે હત્યા કરનાર પણ મૂળ ઝારખંડનો રહેવાસી છે, અને તેનું નામ મદન સનીચર તીરકી છે. 

-બહેન સાથે સંબંધ રાખવા બાબતે કરી હત્યા

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મૃતક બોધોના અંદાજે સાડા ત્રણ વર્ષ પહેલા મદનની બહેન સાથે શરીર સંબંધ હતા, જેથી મરણજનાર બોધો તીરકી અવાર-નવાર બીજા અન્ય મજૂરો સાથે મદનની બહેનની ખરાબ વાતો કરી બદનામ કરતો હતો, આ વાત મદનના મનમાં ઘર કરી ગઇ અને તેનો ખાર રાખી મદને બોધોને પ્રાણઘાતક હથિયાર કુહાડા વડે જમણી બાજુ કાનથી ઉપર માથાના ભાગે ચારથી પાંચ ઘા માર્યા હતા. બાદમાં બોધોનું ગંભીર ઇજાના કારણે મૃત્યુ થઇ જતા ઘટના હત્યામાં પલટાઇ હતી.