યુવકે કર્યું બાળકીનું અપહરણ અને મળ્યું આવું મોત..‍!

જાણો કયાનો છે બનાવ. ?

યુવકે કર્યું બાળકીનું અપહરણ અને મળ્યું આવું મોત..‍!
પ્રતિકાત્મક તસ્વીર

Mychamachar.in-વડોદરા:

ગુજરાતમાં છેલ્લા ધણા સમયથી અપહરણના બનાવોમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે, જેમાં ખંડણીથી માંડીને પ્રેમ પ્રકરણના કિસ્સાના કારણે અપહરણના વધુ પડતાં બનાવો સામે આવતા હોય છે.આવા કિસ્સા વચ્ચે એક ૪ વર્ષની બાળકીનું અપહરણ યુવાને કર્યા બાદ ગ્રામજનોને આ વાતની જાણ થતા આ યુવક પોલીસની પકડમાં આવે તે પહેલા ગ્રામજનોએ ઝડપી લઈને  ઢોર માર મારતા યુવાનનું મોત નીપજયાંનો બનાવ વડોદરા નજીક એક ગામમાં સામે આવ્યો છે,

અપહરણના આ ચકચારી કિસ્સાની વિગત જાણે એમ છે કે વડોદરા નજીક પાતરવેણી ગામે  રહેતી ૪ વર્ષની બાળકીને ગામમાં જ રહેતો ઠાકોરભાઇ  રાઠોડીયા નામનો શખ્સ ચોકલેટ આપવાના બહાને અપહરણ કરીને લઇ ગયો હતો અને અચાનક જ બાળકી ગુમ થઇ જતા પરિવારજનોએ ચિંતામાં મુકાઇને બાળકીની શોધખોળ કર્યા બાદ મળી ન આવતા  પોલીસને પણ જાણ કરાતા બાળકીને શોધવાની કામગીરીમાં પોલીસ લાગી ગઇ હતી. તેવામાં બાળકીના અપહરણની વાત વાયુવેગે આજુબાજુના ગામમાં ફેલાતા ભારે દેકારો બોલી ગયો હતો. જે વાતની જાણ બાળકીનું અપહરણ કરનાર ઠાકોર રાઠોડીયાને થતાં  ગભરાઇ ગયો હતો અને બાળકીને તેના ઘર પાસે મૂકીને નાશી ગયો હતો,

દરમ્યાન આ શખ્સ પાતરવેણી ગામ છોડીને ભાગી જવાની પૂરેપુરી વેતરણમાં જ હતો, તેવામાં ગ્રામજનોને ખબર પડતાં દેકારો કરી મૂકીને ઠાકોર રાઠોડીયાને ઝડપી લઈને બેફામ મારકૂટ કરી હતી અને આ વાતની જાણ પોલીસને થતા પાતરવેણી ગામ દોડી જઈ રોષે ભરાયેલા ગ્રામજનોના ટોળામાથી ઠાકોર શખ્સને છોડાવીને  હોસ્પિટલમાં લઈ જતાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.ત્યારે પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.