પીવાના પાણીના કાગળ ઉપર નહી ગ્રાઉન્ડ રિપોર્ટ બનાવો.સચિવની સુચના પણ પછી..

નર્મદા ન મળે તો શુ કરશો ?

પીવાના પાણીના કાગળ ઉપર નહી ગ્રાઉન્ડ રિપોર્ટ બનાવો.સચિવની સુચના પણ પછી..

Mysamachar.in-જામનગર:

પીવાના પાણી માટે જામનગર અને દ્વારકા જિલ્લાની ૨૫ લાખની માનવવસ્તી અને ૭ લાખથી વધુ માલઢોર માટે માત્ર કાગળ ઉપર નહી પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટ બનાવવા સચીવ ગુપ્તાએ તાકીદ કરી હતી, એટલું જ નહી માનો કે નર્મદા લાઇનમાં વિક્ષેપ થાય તો વિકલ્પ રૂપે શુ?  તેનો કન્ટીજન્સી પ્લાન છે? તેવો સવાલ કરાતા હાલારના ક્લાસવન અધીકારીઓ એક તબક્કે માથુ ખંજવાળવા લાગ્યા હતા. માટે કન્ટીજન્સી પ્લાન બનાવી સબમીટ કરવા બંને જિલ્લાના કલેક્ટરોને જે-તે સમયે પણ જણાવાયુ હતુ.

પરંતુ ગત તા.૧૪  ડીસેમ્બરના જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની પાણી સમિતિની બેઠક જિલ્લા કલેકટર કચેરીના સભા ખંડમાં પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવ જે.પી.ગુપ્તાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતી.આ બેઠકમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકાના શહેર નગરસીમ વિસ્તાર તથા જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલની પીવાના પાણીની તથા ઘાસચારાની પરિસ્થિતિ અંગે સમિક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટર રવિશંકરએ જણાવ્યુ કે, જામનગર જિલ્લાના ગામોમાં કે જ્યાં પીવાના પાણીના ટેન્કરની જરૂરીયાત છે ત્યાં ટેન્કર પુરા પાડવામાં આવેલ છે. આ મીટીંગમાં જામનગર કલેકટર રવિશંકરએ તેમજ દ્વારકા કલેક્ટર ડોડીયા અને કમીશ્નર બારડએ વિડીયો પ્રેઝનટેશન દ્વારા જિલ્લાના ડેમોમાં રહેલ પાણીની પરિસ્થિતી અંગેની વિગતો રજુ કરેલ હતી. પાણી પુરવઠાના અગ્ર સચિવ જે.પી.ગુપ્તાએ નર્મદા ડેમ આધારીત પાણીની વિગતો, તાલુકાવાર પાણીની જરૂરીયાત અંગેની વિગતો, ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં પાણીની જરૂરીયાતની વિગતો મેળવી જરૂરી સુચનો પણ કર્યા હતા. ઉપસ્થીત રહેલ અધિકારીઓને માર્ગદર્શન આપેલ હતુ ગ્રામ્ય વિસ્તારમાં પાણી ચોરીને રોકવા સખતાઈથી પગલા લેવા SRPઅને પોલીસ બંદોબસ્ત ગોઠવવા પણ સુચન કરેલ હતુ.

ખાસ કરીને આ મીટીંગનો હાર્દ એ હતો કે લોકોના અનુભવ છે અને તંત્ર જાણે છે પણ જાહેર કરતુ નથી  કે મોટા ભાગના પત્રકો આધારીત આયોજનો વાસ્તવિક સ્થિતિથી ઘણા અલગ બની રહેતા હોય છે..નર્મદાનુ પાણી કે ડેમનુ પાણી હોય તે લોકોના ઘર સુધી પહોંચે ત્યારે એ નક્કર આયોજન કહેવાય,પરંતુ લાઇનલોસ.....લાઇનલીકેજ...વીજપુરવઠાની અનિયમીતતા....સમ્પ ઉપરના મશીનરી ફોલ્ટ ...ફરજ પરના કોઇ કર્મચારીની ચોક્કસતાના અભાવ.....ઓછા ફોર્સ.....વિતરણ નો સમય અને સમયગાળાની  અનિશ્ર્ચિતતા વગેરે અનેક કારણોસર જંગી જથ્થો હોય ત્યારે પણ લોકો માંથી અનેક ફરિયાદો ઉઠતી જ હોય છે તે સૌ જાણે જ છે.

કન્ટીજન્સી પ્લાન શું હોય? નર્મદા ન આવે તે દિવસે  પાણી  કાપ બીજુ શું ? કોઈ આયોજન જ જાહેર કરાયુ નથી

સચિવની મીટીંગ બાદ લગત વિભાગોના અધીકારીઓ પાસેથી કન્ટીજન્સી પ્લાન અંગે જાણવા બંને જિલ્લામા પ્રયાસ કરાયો તો જાણવા મળ્યુ કે કન્ટીજન્સી પ્લાન બીજો શુ હોય  જે દિવસે કે જેટલા દિવસ નર્મદા નુ પાણી ન આવે ત્યાં સુધી પાણી કાપ બીજુ શું કરવાનું. ખરેખર સચિવ નો નિર્દેશ એવો હતો કે જરૂર પડ્યે  વિકલ્પ રૂપે બોર ...કુવા ...હેન્ડપંપ દ્વારા કેટલુ પાણી મળી શકે અને કેટલુ વિતરણ કેટલા સમયમાં અને કેટલા સમય સુધી થઇ શકે. જો કે ફરજ પડાઇ છે માટે કન્ટીજન્સી પ્લાન બનશે પણ હાલના પત્રકોની જેમ જ વાસ્તવીકતાથી દૂર તેવી ભીતિ નિષ્ણાંતો સેવે છે. સદનશીબે જામનગર શહેર માટે ૨૮ ટેન્કર સોર્સ સહિત સજ્જ હોઇ નિરાશાઓ વચ્ચે આંશિક આશા સેવાય છે. પરંતુ એકંદર તો સચિવની સુચનાનુ પાલન પાંચ-પાંચ મહિના સુધી નથી થયુ અને પાણીની આપતિ થાય તો વિકલ્પ શું છે તે પ્લાન સબમીટ કરવા તંત્ર દ્વારા તસ્દી લેવાઇ નથી તો મીટીંગોની ફલશ્રુતિ શું?