જામનગરના કાશીવિશ્વનાથ મંદિર ની અદભૂત ૧૦૮ દીવાની મહાઆરતીના કરો દર્શન..

આજની અદભૂત આરતીનો VIDEO જોવા કલીક કરો..

mysamachar.in-જામનગર

જામનગર ના કે.વી.રોડ પર આવેલ કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર નું અનેરું મહત્વ છે....કાશીવિશ્વનાથ મંદિર એવું નામ સાંભળીયે એટલે કદાચ વારાણસી માં આવેલ કાશીવિશ્વનાથ મંદિર યાદ આવશે.,,પરંતુ અહી વાત છે... છોટીકાશી સમાન ગુજરાત ના જામનગર માં આવેલ કાશીવિશ્વનાથ મંદિર ની...

જેટલો માહિમાં વારાણસીમાં આવેલ કાશીવિશ્વનાથ મંદિર નો છે.તેટલો જ મહિમા જામનગરમાં આવેલ આ મંદિર નો પણ છે.અને આ અદભૂત મંદિર નો ઇતિહાસ પણ રોચક છે..આ મંદિર ની સૌથી મોટી વિશેષતા એ છે કે આ મંદિર માં ચોતરફ એટલે કે ચારેય દિશાએ થી ભગવાન શિવ ના દર્શન થઇ શકે છેં.આ મંદિર ની રચના આબેહુબ વારાણસી માં આવેલ કાશીવિશ્વનાથ મંદિર જેવી કરવામાં આવે છે.ભારત માં બે જ મંદિરો એવા છે કે જેમાં ભગવાન શિવના ચોતરફ થી દર્શન કરી શકાય છે તેમાં જામનગર ના મંદિર નો સમાવેશ થાય છે.

અહી સવારે તેમજ સાયંકાળે યોજાતી આરતી નું એક વિશિષ્ટ મહત્વ છે....સમગ્ર શ્રાવણમાસમાં અહી દરરોજ ૧૦૮ દીવાઓની આરતી વિવિધ શણગાર સાથે કાશીવિશ્વનાથમંદિરમાં કરવામાં આવે છે,આજે પણ શ્રાવણમાસના સોમવારે સાયંકાળ ની અદભૂત આરતી ના દર્શન કરવાનો લ્હાવો લેવા ઉપરનો વિડીયો કલીક કરો અને આરતીના દર્શન કરો...