નયારા કંપનીના બોગસ લેટરપેડ બનાવી અને ડોનેશન ઉઘરાવવાનો મામલો આવ્યો સામે..

સાયબર સેલે શરુ કરી તપાસ

નયારા કંપનીના બોગસ લેટરપેડ બનાવી અને ડોનેશન ઉઘરાવવાનો મામલો આવ્યો સામે..

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા નજીક આવેલ નયારા એનર્જી કંપનીના બોગસ લેટરપેડ બનાવી અને તેના પર ખોટી સહીઓ અને સિક્કાઓ કરી અને અમુક લોકો પાસેથી કોઈ શખ્સ ડોનેશન ઉઘરાવી રહ્યાનું કંપનીને ધ્યાને આવતા કંપનીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા,બેંગ્લોરમાં રહેતો ઉદયન ગુપ્તા નામનો શખ્સ નયારા એનર્જી લીમીટેડ સાથે તેને કાઈ લાગતું વળગતું ના હોવા છતાં તે નયારા એનર્જી કંપનીના લેટરપેડ બનાવી તેમાં ખોટી સહીઓ અને સિક્કાઓ કરી અને જુદી-જુદી સંસ્થાઓ અને વ્યક્તિઓને કંપનીની સીએસઆર એક્ટીવીને નામે ડોનેશન માંગી અને અત્યારસુધીમાં પોલીસના જણાવ્યા મુજબ બે ત્રણ લોકો પાસેથી ૩ લાખ અને તેથી વધુ રકમ પડાવી લીધી હોવાનું કંપનીને ધ્યાને આવતા કંપનીના અધિકારીએ ખંભાળિયા પોલીસ મથકમાં બેંગલોરના ઉદયન નામના શખ્સ સામે બોગસ દસ્તાવેજ બનાવી અને તેનો ખરા તરીકે ઉપયોગ કરી કંપનીને પ્રતિષ્ઠાને હાની પહોચાડવા સબબ ગુન્હો દાખલ કરાવતા સાયબર સેલ પીએસઆઈ એ.આર.ગોહિલને આ કેસની તપાસ સોંપવામાં આવી છે.