Mysamachar.in-જામનગર
સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી જામનગર જીલ્લામાં વધુ કપાસ ખરીદ કેન્દ્રો ખૂલ્યા છે. ધ્રોલ જોડીયા તાલુકાઓ માટે ધ્રોલ તાલુકામાં વધારાના બે અને જામજોધપુર તાલુકામાં એક નવા કેન્દ્રો ઉપર કપાસની ખરીદી થનાર હોવાથી ખેડૂતો માટે મોટી રાહત થઈ હોય સાંસદ પુનમબેન માડમએ આ અંગે મદદરૂપ થવા બદલ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કૃષિ મંત્રી આર.સી.ફળદુ અને રાજય સરકારનો તેમજ કેન્દ્ર સરકાર નો આભાર વ્યકત કર્યો છે.સાથે સાથે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ આ પ્રમાણે કપાસ ખરીદ કેન્દ્રો કાર્યરત થાય તે માટે સાંસદ પૂનમબેન માડમએ ખાસ જહેમત હાથ ધરી છે તેવી જ રીતે જામનગર જીલ્લામાં પણ હજુ વધુ એક કેન્દ્ર લાલપુરમાં કાર્યરત થાય તે માટે પણ સાંસદ પૂનમબેન માડમ પ્રયત્નશીલ છે.
જામનગર ધ્રોલ જામજોધપુર તાલુકામાં કપાસની ટેકાના ભાવે ખરીદીની વધુ વ્યવસ્થા થાય તેમજ જોડીયા તાલુકાના ખેડૂતો માટે પણ વ્યવસ્થા થાય તે માટે જનપ્રતિનિધિઓ, ખેડૂતો, કાર્યકર્તાઓની રજૂઆતો મળતા તે રજૂઆતને ગંભીરતાથી લઈ સાંસદ પૂનમબેન માડમએ કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને ભલામણ કરી ધ્રોલ જોડીયા તાલુકાનાં ખેડૂતો માટે વધારાના બે કેન્દ્રો તેમજ જામજોધપુર તાલુકાના ખેડૂતો માટે વધારાનું કેન્દ્ર નરમાણા ખાતે કાર્યરત કરવા જણાવ્યુ હતું આ ભલામણના પગલે સી.સી.આઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી માટે વધુ કેન્દ્રો મંજૂર થયા છે જે નજીકના સમયમાં કાર્યરત થનાર છે. જેથી લગત વિસ્તારના ખેડૂતોને કપાસ વેચવા માટે ખૂબ જ સાનુકુળ સાથે રાહતરૂપ બની રહેશે.ઉલ્લેખનીય છે કે જામનગર તાલુકો વિસ્તારની દ્રષ્ટિએ મોટો હોય તાલુકામાં એક જ કપાસ વેચાણ કેન્દ્ર હતું અને સાંસદ પુનમબેન માડમની જહેમતથી વધુ બે કેન્દ્રો કાર્યરત થયા છે.
-જામનગર જીલ્લાના કોટન કેન્દ્રો ઉપરથી “બી” ગ્રેડ કપાસનો જથ્થો ખરીદવા ખાસ ભલામણ
કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના જામનગર જીલ્લામાં નિયત કરાયેલા ખરીદ કેન્દ્રો ઉપર ખેડૂતો કપાસનો જથ્થો ટેકાના ભાવથી વેચાણ કરવા જાય ત્યારે ગ્રેડેશન કરવામાં આવે છે. અને “બી”ગ્રેડ નો જથ્થો જણાય તો ખરીદાતો નથી તેથી ખેડૂતોને નિરાશ થવું પડતું હોવાની રજૂઆતો સાંસદ પૂનમબેન માડમને મળી હતી તેની ગંભીરતા લઈને જે રીતે રાજકોટ જિલ્લાના ખરીદ કેન્દ્રો ઉપરથી “બી” ગ્રેડ નો જથ્થો નિયત કરાયેલી કિંમતે ખરીદવામાં આવે છે. તે મુજબ જ જામનગર જીલ્લામાં ખરીદ કેન્દ્રો દ્રારા પણ “બી” ગ્રેડ કપાસની જથ્થો નિયત કરેલા ભાવ મુજબ દરેક ખરીદ કેન્દ્રો ઉપરથી ખરીદવામાં આવે તે માટે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં સાંસદ પૂનમબેન માડમએ ખેડૂતોના હિતમાં ભારપૂર્વક ભલામણ કરી છે.