નરેન્દ્ર મોદી એટલા લોકપ્રિય અને પ્રભાવી વડાપ્રધાન છે કે તેમનુ આહવાન દેશ હોંશે હોંશે ઝીલે છે:સાંસદ પૂનમબેન માડમ

નરેન્દ્ર મોદી એટલા લોકપ્રિય અને પ્રભાવી વડાપ્રધાન છે કે તેમનુ આહવાન દેશ હોંશે હોંશે ઝીલે છે:સાંસદ પૂનમબેન માડમ

Mysamachar.in-દિલ્હી:

૧૭ મી લોકસભાના બજેટસત્રમા સાંસદોની શપથવિધી બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદએ બંને ગૃહોને  સંયુક્ત મનનીય સંબોધન કર્યુ હતુ,તે અભિભાષણ ઉપર આભાર પ્રસ્તાવ સંબોધન દરમ્યાન ૧૨ જામનગર લોકસભાના સાંસદ પૂનમબેન માડમે જણાવ્યુ હતુ કે,વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એવા પ્રભાવી નેતા છે,તેઓ દેશને આહવાન કરે સંદેશો આપે તો દેશના સૌ નાગરિકો સ્વયંભુ તેમા જોડાય છે,


સ્વચ્છતા અભિયાનની જેમ અનેક અભિયાન આ પ્રકારે જનભાગીદારીથી લોક આંદોલન બની સફળ થઇ રહ્યા છે,જે ભૂતકાળમા ક્યારેય જોવા નથી મળ્યુઆ વખતની લોકસભા ચુંટણીને ઐતિહાસિક ગણાવી સાંસદ પૂનમબેને તેમના ચિંતનશીલ સંબોધનમા વિશેષ છણાવટ કરતા ઊમેર્યુ હતુ કે નાત,જાત,જ્ઞાતિ,પ્રાંત થી ઉપર ઉઠીને દેશ હિત માટે સ્વયંભુ જુવાળના દેશના નાગરિકોએ દર્શન કરાવ્યા અને અકલ્પનીય અને પ્રચંડ માર્જીનથી  ભારતીય જનતા પાર્ટી -એન.ડી.એ. ને મોદીજીના નેતૃત્વમા રાષ્ટ્રની ધૂરા સોંપી.
 
છેલ્લા પાંચ વર્ષમા જન-જન સુધી યોજનાઓના લાભ મળ્યા,કેન્દ્ર સરકાર સાથે લોકો સીધા જ જોડાયા,દેશના ખુણા ખુણા સુધી લોકોની આશા,અપેક્ષા,અધિકાર તેમના સુધી પહોંચતા ખરા અર્થ "સબકા સાથ સબકા વિશ્ર્વાસ" સાકાર થયુ જેની ફલશ્રુતિ રૂપે જ આ વખતે નરેન્દ્ર મોદીના નેતૃત્વ માટે જન જનમાં વિશ્ર્વાસ દ્રઢ થયો જેના પરિણામો સૌની સામે છે,
 
સાંસદ પૂનમબેને આ તકે જણાવ્યુ કે,જામનગર જિલ્લો દ્વારકા જિલ્લો( સાંસદીય વિસ્તાર) એ પશ્ર્ચિમ ભારતના છેવાડાનો વિસ્તાર છે,તેની છેલ્લા પાંચ વર્ષોમા નોંધ લેવાઇ,તેમા માળખાકીય સુવિધાઓ થઇ અને માત્ર રોડ જ નહી પરંતુ પાણી,રેલવે,પ્રવાસન,યોજનાકીય લાભો વગેરે એટલા મળતા થયા કે લોકો જે અત્યાર સુધી સ્થાનીક સ્વરાજ્ય કે રાજ્ય સરકાર સુધી જ અપેક્ષાઓ અને લાભો માટે વિચારતા તેઓ હવે કેન્દ્ર સરકારની યોજનાઓ,કાર્યો નરેન્દ્ર મોદીના નેતૃત્વમા થયા તેની ચર્ચા કરે છે,લાભ મેળવી પ્રગતિ અને વિકાસ કરે છે તે બાબતનો અનુભવ અને સુખદ પ્રતિતિ સંસદીય વિસ્તારના પ્રવાસ દરમ્યાન થાય છે તેમ ઉત્સાહ અને ગૌરવ પુર્વક ઉમેર્યુ હતુ.