જામજોધપુર-લાલપુર વિસ્તારમાં થયેલ નુકશાની અંગે ધારાસભ્યએ કરી રજૂઆત

સી.એમ.ને શું કરી રજૂઆત જાણો..

જામજોધપુર-લાલપુર વિસ્તારમાં થયેલ નુકશાની અંગે ધારાસભ્યએ કરી રજૂઆત

Mysamachar.in-જામનગર:

જામજોધપુર અને લાલપુર તાલુકામાં ચાલુ વર્ષે સર્વત્ર સરેરાશ ૧૫૦% જેટલો વરસાદ થતા ખેડૂતો તેમજ તમામ લોકોને કોઇને કોઇ રીતે ખૂબજ નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. વધુ વરસાદ થવાના કારણે તમામ ખેડૂતોના મગફળી, કપાસ, વગેરે તમામ પાકો નિષ્ફળ ગયેલ છે તેમજ નદી, નાળાં, ચેકડેમોમાં પાણીની પુષ્કળ આવક થવાથી તેમજ ખૂબજ વરસાદ થવાના કારણે ખેડૂતોની જમીનોનું પણ મોટા પ્રમાણમાં ધોવાણ થવા પામેલ છે. જે અન્નદાતા એવા ખેડૂતો ઉપર મોટી આફત સમાન છે ખેડૂતો ઉપર આવી પડેલા કુદરતી વિપદાને પહોંચી વળવા ખેડૂતોને નિષ્ફળ ગયેલ પાકનું વાવેતર, તેમજ રીસર્વે કરી પાક વિમો ચુકવવા તેમજ ધોવાણ થયેલ જમીનનું પુરતું વળતર તેઓને મળી રહે તે માટે સરકાર દ્વારા તાત્કાલિક નિર્ણય લઇ સકારાત્મક પગલાં લેવા તેમજ આ કુદરતી હોનારતમાં ધરાશાયી થયેલ ઘણા જ પરિવારોના રહેણાંક મકાનોનું પણ વળતર ચૂકવી યોગ્ય કરવા જામજોધપુર ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે.