મહા વાવાઝોડાને લઇને સૌથી મોટા સમાચાર, શું છે નવી આગાહી

હવામાન વિભાગે આપી માહિતી

મહા વાવાઝોડાને લઇને સૌથી મોટા સમાચાર, શું છે નવી આગાહી
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-અમદાવાદઃ 

ગુજરાત પર આવી રહેલી મહા વાવાઝોડાની આફતને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે મહા વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકિનારાથી 40 કિમી દૂર જ દરિયામાં સમાધી લઇ લેશે. જેમ જેમ આ વાવાઝોડું સૌરા્ષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગળ વધશે તેમ તેમ દરિયામાં ડિપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે જે આગળ વધશે નહીં. હાલ આ વાવાઝોડું વેરાવળથી 490 કિમી, દીવથી 540 અને પોરબંદરથી 400 કિમી દૂર સંપૂર્ણ શક્તિ સાથે સક્રિય છે. વાવાઝોડાને કારણે 7 તારીખે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, ખાસ કરીને જૂનાગઢ, દીવ, ગીરસોમનાથ, અમરેલી, પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર ક્લેક્ટર રવિશંકરે પણ કહ્યું કે  મહા વાવાઝોડું જામનગર સૌરાષ્ટ્રમાં ત્રાટકશે નહીં, જો કે સામાન્ય વરસાદને પગલે ખેડૂતોએ સાવધાન રહેવાની સુચના પણ આપી છે.