બીમાર પરિણીત પ્રેમિકાને મળવા પહોચ્યો પ્રેમી...અને આવી ગયો પતિ..

હોસ્પિટલમાં થયો ફજેતો...

બીમાર પરિણીત પ્રેમિકાને મળવા પહોચ્યો પ્રેમી...અને આવી ગયો પતિ..
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-અમદાવાદ:

હજુ તો ગઈકાલની જ વાત છે કે અમદાવાદમાં ૩ સંતોનોની માતાને એક યુવક સાથે મિત્રતા થયા બાદ યુવકે તેના ફોટાઓ વાઈરલ કરવાની ધમકી આપી અને અમુક અંગતપળોના ફોટો વાયરલ કરતાં મામલો પોલીસ મથકે પહોચ્યો હતો,ત્યાં જ વધુ એક કિસ્સો અમદાવાદમાં જ સામે આવ્યો છે,લગ્નના 15 વર્ષ બાદ પણ પ્રેમી અને પ્રેમિકા વચ્ચે પ્રેમ સબંધ અકબંધ રહ્યો હતો,પણ અંતે પતિ પોતાની આંખે જ બધું જોઈ જતા હોસ્પિટલમાં ફજેતો થયો હતો,

વાત એવી છે કે અસલાલી વિસ્તારમાં રહેતા રઘુભાઇએ  પોલીસ મથકમાં  ફરિયાદ નોંધાવી છે કે તેઓને પીરાણા ખાતે રહેતી એક યુવતી સાથે છેલ્લા 15 વર્ષથી પ્રેમ સબંધ હતો. જોકે તેણીની તબિયત સારી ન હોવાથી એક અઠવાડિયાથી સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેવામાં થોડાદિવસ પૂર્વે યુવક પ્રેમીની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યો હતો અને તેના માટે ટીફિન પણ લઈ ગયો હતો. 

જે સમયે પત્ની પાસે પ્રેમી બેઠો હતો ત્યાં જ તેનો પતિ આવી જતા હોસ્પિટલમાં યુવક પ્રેમિકાના પલંગ પર બેઠો બેઠો વાતચીત કરતો હતો,ત્યારે યુવતીનો પતિ અનીલ આવ્યો હતો.બન્નેને વાતચીત કરતાં જોઈને તે ચોંકી ગયો હતો અને એકદમ ઉશ્કેરાઈને ઝઘડો કરવા લાગ્યો હતો. એટલું જ નહી વોર્ડમાં પ્રેમીને બે લાફા પણ મારીને નીચે સુધી  ઢસડી ગયો હતો,

જે બાદ તેને થોડોઘણો માર મારી અન્ય મિત્રોની મદદથી એક નિર્જન જેવા સ્થળે ફેંકી દીધો હતો,બીજા દિવસે સવારે યુવકને બેહોશ હાલતમાં ચાલતો ચાલતો રોડ પર આવતો જોઈને હાજર લોકોએ સબંધીઓને ફોન કરીને બોલાવ્યા હતા. ત્યારબાદ યુવકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતો અને તબિયત સારી થતાં યુવકે આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. સીસીટીવી ફૂટેજ સહિતના આધારે તપાસ હાથ ધરીને આરોપીઓની શોધખોળ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.