વ્યાજે લીધેલા પૈસા આપી દીધા છતાં પણ ત્રાસ તો જુઓ...

ઉઘરાણી માટે પતિ-પત્નીએ ઘરમાં મચાવ્યું દંગલ 

વ્યાજે લીધેલા પૈસા આપી દીધા છતાં પણ ત્રાસ તો જુઓ...

Mysamachar.in-જામનગર:

તાજેતરની જ વાત છે કે દ્વારકામાં વ્યાજે આપેલ પૈસા બાબતે કોરાચેકમાં રકમ  ભરી લઈને ધાકધમકી આપવાની ફરિયાદ નોંધાઈ હતી, ત્યાં જ આજે જામનગરમાં પણ એક ફરિયાદ સામે આવી છે, જેમાં શરૂસેક્શન રોડદુધની ડેરી સામે વસવાટ કરતા રાજેન્દ્ર  સોલંકીના ભાઈ હિતેશે વીકી ઉર્ફે વિક્રાંત મહેન્દ્રભાઈ ગાંગડીયા પાસેથી 25000 જેટલી રકમ ૧૫%ના દરે વ્યાજે લીધેલ હોય જે પૈસા ભરપાઈ કરી દીધા હોવા છતાં પણ વીકી સતત આ પૈસાની ઉઘરાણી કરતો હોય અને ગતસાંજે પણ ઘરે આવીને અને રાજેન્દ્રભાઈને માથામાં ઈજાઓ પહોચાડી માર મારેલ હતો, વીકીની પત્નીએ રાજેન્દ્રભાઈની માતાને લોખંડના પાઈપ વડે મુંઢઈજાઓ પહોચાડી હોવાની ફરિયાદ રાજેન્દ્રસોલંકી એ વીકી ગાંગડીયા અને તેના પત્ની સામે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે.