આ લોકોની મફતમાં 31મી ડિસેમ્બર સુધરી ગઇ !

અકસ્માતે લાભ !

આ લોકોની મફતમાં 31મી ડિસેમ્બર સુધરી ગઇ !

Mysamachar.in-હિમ્મતનગરઃ

31મી ડિસેમ્બરને હવે માત્ર ગણતરીના જ દિવસ બાકી છે, આ પહેલા બૂટલેગરો બેફામ બન્યા છે અને મોટા પ્રમાણમાં દારૂની ખેપ મારી રહ્યાં છે. તો કેટલાક બૂટલેગર ઝડપથી ખેપ મારવાની લાયમાં અકસ્માત સર્જી બેસે છે. આવું જ બન્યું છે ઇડર તાલુકાના કડિયાદરા ગામની સીમમાં, અહીં દારૂ ભરીને લઇ જવાતી RJ-39-CA-490 નંબરની સ્વીફ્ટ કાર પલટી ખાઇ ગઇ, અકસ્માત સર્જાયા બાદ ખેપીયો ફરાર થઇ ગયો પરંતુ આસપાસ રહેતા લોકોને મજા પડી ગઇ ! કારણ કે આ લોકોએ કારમાંથી દારૂની બોટલો જેટલી હાથમાં ઉપડી તેટલી ઉંચકીને લૂંટ કરી. લૂંટ કરી રહેલા કેટલાક લોકોના મોઢા પર 31મી ડિસેમ્બર મફતમાં સુધરી ગઇ હોવાની ખુશી સ્પષ્ટ દેખાઇ રહી હતી ! જો કે થોડીવારમાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે કારમાં લગાવેલી નંબર પ્લેટ ખોટી હતી, અને કારમાંથી રૂપિયા 64800ની 240 બોટલ મળી આવી છે. હાલ પોલીસે ફરાર કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.