જામનગરમાં કઈ રીતે આવતો હતો ઇંગ્લિશ દારૂનો જથ્થો..જાણો 

બુટલેગરોનો નવો નુસ્ખો

જામનગરમાં કઈ રીતે આવતો હતો ઇંગ્લિશ દારૂનો જથ્થો..જાણો 
ફાઇલ તસ્વીર

Mysamachar.in-રાજકોટ:

ગુજરાતમાં કોઈપણ રીતે ઇંગ્લિશ દારૂ ઘુસાડવા માટે બુટલેગરો નીતનવા નુસ્ખા અજમાવી રહ્યા છે, તેની સામે પોલીસ પણ એલર્ટ બનીને બુટલેગરોના આ નુસ્ખા નિષ્ફળ બનાવી રહી છે. ત્યારે પોલીસને ચકમો આપવા આ વખતે જામનગર કોસ્મેટીક પાર્સલની આડમાં છકડો રિક્ષામાં લઈ જવાતો ઇંગ્લીશ દારૂનો જથ્થાને રાજકોટ પોલીસે ઝડપી લઈને બુટલેગરોનો આ કીમિયો પણ નિષ્ફળ બનાવ્યો છે,

બુટલેગરો દ્વારા નીતનવા કીમિયા અજમાવીને ઇંગ્લિશ દારૂ સપ્લાય કરવા સામે પોલીસ પણ સાવચેત રહીને મોટાપાયે ગુજરાતમાં દારૂ પકડી રહી છે, તેવામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જામનગર રોડ પર એક છકડોરિક્ષાને અટકાવી રીક્ષાચાલક જીલુભાઈ ખાચર ની પૂછપરછ કરતા તેમને જણાવ્યું હતું કે કોસ્મેટિકના પાર્સલ છે અને મહારાષ્ટ્રથી આવ્યા છે. આ પાર્સલ લઈને પોતે જામનગર જઈ રહ્યો હોવાની વાત કરી હતી પરંતુ પોલીસને શંકા જતા પાર્સલ ખોલવામાં આવ્યા હતા અને પાર્સલમાંથી કોસ્મેટિક વસ્તુની જગ્યાએ ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો,

રાજકોટ પોલીસે છકડા રીક્ષા માંથી ૧૦ પેટી દારૂ અને ૭૨ બીયરના ટીન મળીને ૮૭ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે અને જામનગરના કોઈ શખ્સે આ દારૂ મંગાવ્યો હોવાનું પૂછપરછના અંતે રિક્ષાચાલક જીલુભાઈ ખાચરે પોલીસને કબૂલાત આપી છે, ત્યારે જામનગર તરફ તપાસ લંબાવી હોવાનું જાણવા મળે છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.