ભીખો ગયો દારૂ લેવા અને પછી થઇ જોવા જેવી...

પાછી પોલીસ ફરિયાદ પણ થઇ..

ભીખો ગયો દારૂ લેવા અને પછી થઇ જોવા જેવી...

mysamachar.in-જામનગર

જામનગરમા દારૂ નું વેચાણ ન થતું હોવાના દાવાઓ ગમે તેટલા કરવામાં આવે પણ જામનગરમા એક કિસ્સો એવો સામે આવ્યો છે,કે જેમાં પોલીસ ચોપડે જ દારુને કારણે બબાલ બોલી હોવાનું નોંધાયું છે,

વાત છે જામનગરના નવાગામ ઘેડ નીલકંઠ શાળા પાસેની જ્યાં ભીખુ ઉર્ફે ભીખો લખમણભાઈ ડાભી નામનો યુવક નવાગામમાં જ રહેતા વિપુલ મકવાણા અને આનંદ મકવાણા પાસેથી દેશી દારૂ લેવા માટે તેમના ઘરે ગયો હતો,પણ ત્યાં ભીખા અને આનંદ વચ્ચે ગાળાગાળી અને ઝપાઝપી થતા આનંદ અને વિપુલ બને ભેગા થઈને ભીખાને ધોઈ નાખ્યો હતો,અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી,

જે બાદ ભીખો સીટી બી ડીવીઝન પોલીસ મથકે પહોચ્યો હતો જ્યાં તેણે બને વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે વધુ તપાસ આદરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.