"અમુક સમાજ જ દેખાય છે.?" ભાજપમા આંતરિક કલહ

જાણો બન્ને જીલ્લામાં શું છે ચર્ચાઓ..

"અમુક સમાજ જ દેખાય છે.?" ભાજપમા આંતરિક કલહ

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

જામનગર શહેર અને  જિલ્લા તેમજ દ્વારકા જિલ્લા ભાજપ સંગઠનમા નવરચનાનુ કોકડુ એટલે ગુંચવાયુ છે કે અંદરોઅંદર કચવાટ એ છે કે પ્રમુખ પદ હોય ટીકીટ હોય કે બોર્ડ નિગમ હોય તો અમુક સમાજ જ દેખાય છે શુ.? આવા પ્રશ્ર્નો જુનિયર સિનિયર કાર્યકર્તાઓમા કચવાટ સાથે પુછાય છે, હા શિસ્તમાં માનવા વાળોપક્ષ કહેવાય છે એટલે કોઈ સામે આવી ને ના બોલે.. તો વળી પ્રમુખ તરીકે જ્યા-જ્યા અમુકના નામ ચર્ચામા રહેતા હોય તેને ગલગલીયા થાય છે, તો અમુકે માથાના પગ પકડ્યા છે તો અમુકે લોબીંગ કરાવ્યુ છે તો અમુક એ સરકારમા બેઠેલાઓને આગામી સમયની દુહાઇ દીધી છે તેવા અમુક પ્રમુખ થવા ઇચ્છુક શહેર અને જિલ્લાવાળા ટેન્શન મા છે કેમ કે કાંતો મોવડીઓ અને માથા હા યે હા કરી ઉપરથી કપાવે કાંતો દાવ લે કાં તો તેઓનુ ચાલે પણ નહી એવુ બની શકે છે,

આવી પ્રવાહી સ્થિતિમા કોણ તરીને ઉપર આવે છે તે જોવાનુ રોચક બની રહેશે કેમકે આ વખતે જેટલુ જટીલ આ બધુ બન્યુ છે તેવુ ક્યારેય બન્યુ નથી વળી ભાજપમા જેમને પ્રમુખ કે મહામંત્રી થવુ છે તેવા મુરતિયાની દરેકની જાન મજબુત નથી એવુ પણ બને છે, ભાજપમા જુના જોગી નવા જોગી કોંગ્રેસીકરણ તેમજ અમુકનુ કોંગ્રેસ ના નેતાઓ સાથે ગઠબંધન અમુકની અમુક કોંગ્રેસીઓને ભાજપમા ખેંચવાની વેંતરણ જેવી અનેક બાબતો તો વળી અમુક ઘણા સમયથી પદ પર ચીટકીને કાર્યકર્તાઓના જ કામ ન કરતા હોય તેવા નેતાઓથી નારાજ સમગ્ર હાલારના બંને જિલ્લા અને  શહેરના સંગઠનના હાલના અને નવા સમાવેશ થનારા સૌને "શુ લાભ " તે પણ સવાલ છે,

આહિર, પટેલ, વાણીયા, સતવારા, લોહાણા, ક્ષત્રીય, બ્રાહ્મણ, કોળી, દલીત સહિતના સમાજ ને ન્યાય આપી સંતુલીત સમીકરણો કેમ બેસાડવા અને વળી જે બેક સીટ ડ્રાઇવીંગ કરે છે તેવા ધનાઢ્યો અને વગદારો તેમજ જુના જોગી તમામને રાજી કરવા કે ન કરવા તે પણ મોવડી મંડળ નક્કી નથી કરી શકતુ તો વળી બે ત્રણ મોવડી તો પેઢી ની જેમ ચીંટકેલા જ છે તેના થી અસંતોષ સાથેના સમગ્ર અંડર કરન્ટ નવી રચના બાદ ઉપર આવશે તો આગામી પંચાયત કોર્પોરેશન સુધરાઇ વિધાનસભા ચુંટણીમા પણ પ્રતિકુળ પરિણામો આવી શકે,

બીજી તરફ મહિલાઓને પ્રાધાન્ય આપવા પ્રમુખોના ત્રણેય મુખ્ય પદમાંથી એક માટે વિચારણાઓ ચાલે છે પરંતુ તે માટે એક મત નથી થતો છતાય આ વખતે મહિલા પાંખ સાથે મુખ્ય સંગઠનમા આ વખતે મહિલા નજરે ચડે તો નવાઇ નહી, બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી સંગઠન ના કાર્યક્રમોમા નિરસતા ક્યાક જુથવાદ વચ્ચે કોંગ્રેસ પર આક્ષેપ કરનાર ભાજપે પોતે પણ સમાજ વિગ્રહ અને વર્ગ વિગ્રહ સાથે જુથ વિગ્રહ પાર્ટીમા પેસાડી દીધુ છે તે પણ નુકસાનકારક છે, કેમ કે દર વખતનુ ચોક્કસ સમાજો અને જ્ઞાતિઓ ઉપરનુ હેત નડી શકે છે, તો વળી મોટાભાગના કાર્યકર્તાઓના સામાન્ય કામો થતા નથી અને મુઠીભર કાર્યકર્તાઓ કે નેતાઓ કે નેતાઓના માણસો સમૃદ્ધ થઇ રહ્યા છે, તે જોતા સંગઠનમા અમુક નાણાકીય સદ્ધર પણ લેવા પડે અથવા એના પ્રેરિત લેવા પડે એટલુ જ નહી જામનગરમા તો બહારના મોટા એકમોના પરિબળ પણ અસર કરી જતા હોય છે,

એકંદર કમુહુર્તા પહેલા કંઇ જાહેર કરવુ કે બાદમા કે તે દરમ્યાન તેવો એક વિષય વહેતો મુખી નવા સંગઠનના મુખ્ય પદ માટેની ગોઠવણો થાય છે,. વળી પડી ભાંગે છે તેની વચ્ચે બેય જિલ્લા અને શહેરમાંથી કોઇ ને પ્રદેશ કે ઝોનમા પણ જવાબદારી સોંપી કંઇક સમીકરણો સંતુલીત કરવા પ્રયત્નો થાય તો પણ નવાઇ નહી,. આ તમામ બાબતો વચ્ચે ધાર્યુ ધણી નુ થશે ધણી કોણ છે અને એ ધણી ના માનીતાઓ કોણ કોણ છે તે સૌ જાણે છે હવે સમય બતાવશે કોના ગજ વાગ્યા અને કોણે મો વકાસી બેસવુ પડશે કે બીજા કોઇ આંબા આંબલી ના સહારે પક્ષનુ વૈતરૂ કરવાનુ રહેશે એ દરેક માટે પ્રતિક્ષા કરવી જ પડશે.