અને અડધી રાતે પોલીસ થઇ ગઈ દોડતી..પછી શું થયું જાણો..

ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોચ્યા

અને અડધી રાતે પોલીસ થઇ ગઈ દોડતી..પછી શું થયું જાણો..

mysamachar.in-જામનગર:

જામનગરના ખોજાનાકા વિસ્તારમાં ગતરાત્રીના ભારે ચહલપહલ જોવા મળી...એક પીએસઆઈ દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું હોવાની વાત ને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડતા થઇ ચુક્યા હતા પણ અંતે કઈ ન નીકળતા સૌ રાહતનો શ્વાસ લીધો હતો,

વાત જાણે એમ છે કે ગતરાત્રીના શહેરના ખોજાનાકા વિસ્તારમાં તવા રેસ્ટોરન્ટ નજીક વડોદરાના એક પીએસઆઈ ને બોલાચાલી થયા બાદ બે રાઉન્ડ હવામાં ફાયરીંગ કરવામાં આવ્યાની વાત મળતા ડીવાયએસપી સહિતનો કાફલો ખોજાનાકા વિસ્તાર નજીક અડધી રાત્રે દોડી જઈને તપાસ હાથ ધરી હતી,પણ પ્રાથમિક તપાસમાં આવું કોઈ જ ફાયરીંગ ના થયાનું સામે આવતા મામલો રાત્રીના જ પુરો થઇ ગયો હતો.પણ એક તબક્કે ગતરાત્રીના મિડીયાકર્મીઓ અને પોલીસ અધિકારીઓમા આ ઘટનાને લઈને ભારે દોડાદોડી જોવા મળી હતી.

નથી બની આવી કોઈ ઘટના:એસપી:સિંઘલ

ગતરાત્રીના જે રીતે ખોજાનાકા વિસ્તારમાં ફાયરીંગ થયાની ચર્ચા એ ભારે દોડધામ કરાવી તે ઘટના અંગે જીલ્લા પોલીસ વડા સિંઘલ એ કહ્યું કે અમે તમામ એજન્સીઓ દ્વારા આ મામલાની તપાસ કરાવી છે,ખરેખર ફાયરીંગ કે મારામારી ની ઘટના જેવો કોઈ બનાવ ના બન્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.