તમારા નસીબમાં ધનયોગ છે કે નહીં, જાણો આવી રીતે

હસ્તરેખા પરથી જાણો નસીબ

તમારા નસીબમાં ધનયોગ છે કે નહીં, જાણો આવી રીતે
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-જામનગરઃ

કહેવાય છે કે જો નસીબમાં હોય તો તમે રાતોરાત અમીર બની જવાય અને જો નસીબમાં ન હોય તો તમે ગમે તેટલી અથાગ મહેનત કરો તો પણ તમને ફળ મળે નહીં, જો કે એનો અર્થ એ નથી કે તમે માત્ર નસીબના જોરે બેસી રહો, મહેનત કરવાથી અવશ્ય ફળ મળે છે. પરંતુ હસ્તરેખા વિજ્ઞાન અનુસાર હથેળીમાં કેટલાક ચિન્હો હોય છે જેના પરથી અંદેશો લગાવી શકાય છે કે તમારું નસીબ કેટલું જોર કરે છે. જેમ કે હથેળીમાં ભાગ્ય રેખા અને ચંદ્ર પર્વતથી નીકળી રેખા જોડાયેલી હોય તો તેવી વ્યક્તિ ઉચ્ચ અધિકારી બને છે. તેવી જ રીતે હથેળીમાં હળ અથવા તલવારની નિશાની પણ શુભ માનવામાં આવે છે.

સામાન્ય રીતે વ્યક્તિના ભાગ્યમાં ધનયોગ છે કે નહીં તેની ભવિષ્યવાણી મોટા ભાગે કુંડળી પરથી જ કરવામાં આવે છે, પરંતુ આર્થિક સુખ અંગે ભોગવવાની  વાત હસ્તરેખા પરથી જાણી શકાય છે. જો તમારી હથેળીમાં ચોક્કસ યોગ કે રેખા હશે તો નક્કી તમે ધનવાન બનશો. હથેળીમાં ગુરુ અને સૂર્ય પર્વત ઊંચો હોય અને સાથે જ ભાગ્ય રેખા બુધ રેખા સ્પષ્ટ અને સીધી હોય તો તે પણ રાજયોગનો સંકેત છે. હથેળીમાં માછલીનું નિશાન પણ શુભ માનવામાં આવે છે. તદ ઉપરાંત છત્રી, મંદિર જેવા નિશાન પણ ધનલાભના સંકેત કરે છે. જેની હથેળીમાં મંગળ પર્વત ઊંચો હોય અને સાથે જ મસ્તિષ્ક રેખા તેના છેડાથી બે ભાગમાં ફંટાતી હોય અને જેની કનિષ્કા આંગળી અન્ય કરતાં લાંબી હોય તો તેને રાજયોગના સંકેત માનવામાં આવે છે. આવી વ્યક્તિ સુખ-સમૃદ્ધિ અવશ્ય ભોગવે છે. તે સિવાય હથેળીમાં અનામિકા આંગળી પાસેની રેખા જો મસ્તિષ્ક રેખાને મળતી હોય અને મસ્તિષ્ક રેખા નમી અને ગુરુ પર્વત પર આવતી હોય તો તે વ્યક્તિ પણ રાજા જેવું સુખ મેળવે છે.