નેતાઓ કહે શું અમારે આ કરવાનું..?લોકો નેતાઓ પાસેથી માંગે છે આ ચીજવસ્તુઓ

વાંચવા જેવો છે આ રીપોર્ટ 

નેતાઓ કહે શું અમારે આ કરવાનું..?લોકો નેતાઓ પાસેથી માંગે છે આ ચીજવસ્તુઓ

Mysamachar.in-જામનગર

દેશમાં લોકડાઉનના ૨૧ દિવસના પ્રથમ તબક્કાના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વધુ 19 દિવસ નું lockdown વધારવામાં આવ્યું છે, જે દરેક દેશવાસીઓ માટે હિતાવહ છે lockdown નો પ્રથમ તબક્કો  પૂર્ણ થયો છે, આ સમયગાળામાં રહસ્યમય અને હાસ્યસ્પદ અનેક બાબતો પ્રકાશમાં આવી છે, પરંતુ નેતાઓ માટે ભારે વિમાસણમાં મુકાઈ જાય તેવી હૃદયસ્પર્શી બાબતો જામનગરમાં પ્રકાશમાં આવવા પામી છે, સ્વાભાવિક છે કે ચૂંટણીના માહોલ હોય અને ઉમેદવારો અને નેતાઓ સમક્ષ મતદારોની અનેક અપેક્ષાઓ હોય છે તે સ્વાભાવિક છે, મતદારોની માંગણીઓ સંતોષવા રાજકીય નેતાઓ પણ હંમેશા તત્પર રહેતા હોય પરંતુ હાલમાં નથી ચૂંટણી કે નથી કોઈ પેટા ચૂંટણી તેમ છતાં મતદારો નેતાઓ સમક્ષ વર્તમાન પરિસ્થિતિમાં બીડી, માવો, તમાકુ ચૂનો જેવી ચીજવસ્તુઓની માંગણીઓ કરી રહ્યા હોવાની વાસ્તવિકતા પ્રકાશમાં આવવા પામી છે, જામનગરના એક ધારાસભ્યને તો લોકો એકાદ ફાકીનો મેળ કરી આપવા માટે રાત્રીના ફોન કરે છે, પણ નેતા તેને આ સમયમાં વ્યસનમુક્ત થઇ જવાની સલાહ આપે છે,

લોકડાઉનના આ સમયગાળામાં સરકારી તંત્ર દ્વારા પાન મસાલા ગુટકા સહિતના વેપારીઓને તેમના ધંધા વ્યવસાય સંપૂર્ણ રીતે બંધ રાખવાના કરેલા આદેશના પગલે વેપારીઓ દ્વારા તંત્રના નિયમોનું પાલન  કરવાની સાથોસાથ બંધાણી અને શોખીન લોકોના શોખ પૂર્ણ કરવા બીડી બાકસ માવો ગુટકા ચૂનો સહિતની ચીજ વસ્તુઓ ચોરીછૂપીથી લોકોને આપી રહ્યા હતા દરમિયાન આ  જથ્થો ઘટવા લાગતા આવી ચીજ વસ્તુઓના કાળા બજાર થવા લાગ્યા હતા, lockdown ના બીજા તબક્કાની શરૂઆત થાય તે પહેલાં જ અનેક શહેરો ગ્રામ્ય વિસ્તારો ગામડાઓમાં બીડી તમાકુ ગુટકા ચૂનો સહિતની ચીજ વસ્તુઓની સંપૂર્ણ  અછત સર્જાઈ જતા બંધાણીઓના જીવ તાળવે ચોંટી ગયા હોય તેમ આવી ચીજવસ્તુઓ લેવા જ્યાં ત્યાં ભટકવા લાગ્યા છે, તેમ છતાં ટેવ ધરાવતા મતદારોને તમાકુ બીડી ચૂનો ગુટખા  નહીં મળતા મતદારોનો મિજાજ વધુ રંગીન બન્યો છે અને નેતાઓ સમક્ષ તેઓ આવી ચીજ વસ્તુઓની માંગણીઓ દર્શાવી રહ્યા હોવાની વાસ્તવિકતા પ્રકાશમાં આવવા પામી છે જેના પગલે નેતાઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ મતદારોની આ માંગણી ના પગલે ભારે વિમાસણમાં મુકાઈ જવા પામ્યા છે. આનું શું કરવું..!