કાલાવડ ધારાસભ્ય સહિતના આગેવાનો મામલતદાર કચેરીએ ઉપવાસ આંદોલન પર...

કલાકો વીતી ગઈ કોઈ નિર્ણય નહિ...

કાલાવડ ધારાસભ્ય સહિતના આગેવાનો મામલતદાર કચેરીએ ઉપવાસ આંદોલન પર...

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લાના કાલાવડમા ભારે થઇ છે, અહી ખુદ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિએ જ ઉપવાસ પર બેસવાનો વારો આવ્યો છે, વાત એવી છે કે કાલાવડ સહિતના ખેડૂતોના પાકવીમાના પ્રશ્ને કાલાવડ વિસ્તારના કોંગી ધારાસભ્ય પ્રવિણ મુસડીયા અને સ્થાનિક કોંગી આગેવાનો ગઈકાલે કાલાવડ મામલતદાર કચેરી ખાતે મામલતદારને પાકવીમા બાબતના પ્રશ્નોની રજૂઆત સરકાર સુધી પહોચે તે માટે આવેદનપત્ર આપવા પહોચ્યા હતા, અને આગેવાનોએ સાથે રહેલા ખેડૂતો અને કાર્યકરોની માંગણીને લઈને મામલતદારને લોબીમાં આવેદનપત્ર સ્વીકારવા માટે જણાવેલ હતું, પરંતુ મામલતદાર મચક આપી નહિ અને તેવોએ લોબીમાં આવીને આવેદનપત્ર સ્વીકારવાનો ઇનકાર કરી દેતા મામલો બીચક્યો હતો, અને કાલાવડ ધારાસભ્ય પ્રવિણ મુસડીયા સહિતના કોંગી આગેવાનો મામલતદાર કચેરી બહાર છાવણી નાખીને ઉપવાસ આંદોલન પર ઉતરી જતા આં મામલો આગામી કલાકોમાં વધુ ગરમાઈ તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.૨૨ ક્લાક જેટલો સમય વીતી ચુક્યો છે અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ સહિતના આગેવાનો મામલતદાર કચેરી બહાર ઉપવાસ આંદોલન પર બેસી ચુક્યા છે.