ધ્રોલ નગરપાલિકા વિપક્ષ નેતા દ્વારા સરકારી કચેરીઓમાં માસ્ક, ગ્લોઝ, સેનેટાઈઝર, કીટ વિતરણ કરાઈ

જેની જેવી જરૂરિયાત તે મુજબ આપવામાં આવી કીટ

ધ્રોલ નગરપાલિકા વિપક્ષ નેતા દ્વારા સરકારી કચેરીઓમાં માસ્ક, ગ્લોઝ, સેનેટાઈઝર, કીટ વિતરણ કરાઈ

Mysamachar.in-જામનગર

હાલમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની ફરજ બખૂબી નિભાવી રહ્યા છે, ત્યારે ધ્રોલ નગરપાલિકાના વિપક્ષ નેતા  અને ઉપપ્રમુખ ફેડરેશન ઓફ આર્કિટેક & એન્જીનીયર કલ્પેશ હડીયલ દ્વારા જામનગર મહાનગરપાલિકાના કોરોના યોદ્ધાઓને બ્રાન્ચ ની જરૂરીયાત મુજબ હેન્ડ સેનિટાઈઝર, 3 લેયર માસ્ક, પી.પી.ઈ કીટ, હેન્ડ ગ્લોઝ, ફેશ શિલ્ડ વગેરે વિતરણ કરવામાં આવ્યા હતા, તો આ જ રીતે ધ્રોલપોલીસ મથક, ધ્રોલ નગરપાલિકા કચેરી, ધ્રોલ મામલતદાર કચેરી સહિતના સ્થળોએ ખુબ જ સારી ગુણવતાની તમામ વસ્તુઓ સાથેની જરૂરિયાત મુજબની કીટ વિનામૂલ્યે અર્પણ કરવામાં આવી હતી.