વકીલ કિરીટ જોશી હત્યા કેસ, સ્પેશ્યલ પી પી તરીકે અનિલ દેસાઈ નિમાયા

મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ ફરાર

વકીલ કિરીટ જોશી હત્યા કેસ, સ્પેશ્યલ પી પી  તરીકે અનિલ દેસાઈ નિમાયા

my samachar.in-જામનગર:

જામનગરમાં વકીલ કિરીટ જોશીની ચકચારી હત્યા કેસમાં સોપારી આપીને હત્યા કરાવ્યાનો ઘટસ્ફોટ થયા બાદ જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશનું નામ પણ મુખ્ય સૂત્રધાર તરીકે નામ ખુલવા પામ્યું  હતું આ હત્યા કેસમાં સરકારે  સ્પેશ્યિલ પી.પી તરીકે અનિલ દેસાઈની નિમણુંક કરી છે, 

જામનગરના જાણીતા વકીલ કિરીટભાઈ જોશીનું તેમની ઓફિસની બહાર નીકળતા જ છરીના ઉપરાઉપરી ઘા ઝીકીને કરપીણ હત્યા નિપજાવામાં આવી હતી કિરીટ જોશીની હત્યાનો ઘટનાક્રમ સી.સી.ટી.વી. કેમેરાના આધારે સમગ્ર ગુજરાતમાં વિડિઓ વાયરલ થયો હતો અને સમગ્ર વકીલ આલમમાં અને બ્રહ્મસમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા,

જામનગરના વકીલ મંડળ દ્વારા વકીલ કિરીટ જોશીની હત્યા કરનારને ઝડપી લેવા ઉગ્ર માંગણી કરતા પોલીસ હરકતમાં આવી હતી પરંતુ આ હત્યા કેસમાં થોડા સમય સુધી કોઈ સગડ ન મળતા પોલીસે જુદીજુદી ટિમોં  બનાવીને હત્યાનો ભેદ ઉકેલવા માટે સઘન તપાસ હાથ ધરીને હત્યા કેસનો ભેદ ઉકેલવામાં ધારી એવી સફળતા મળી હતી જેમાં જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ રાણપરીયા મારફત સોપારી કિલરને પૈસા આપીને હત્યા કરાવ્યાનું ખુલવા પામ્યું  હતું  અને હત્યારાઓની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે આ હત્યા કેસ માં મુખ્ય સૂત્રધાર જયેશ રાણપરીયા હાલ વિદેશમાં હોય જેને આ કેસમાં ધરપકડ કરવાપર પોલીસ ચોપડે બાકી  છે 

ચકચારી વકીલ કિરીટ જોશીની હત્યા કેસમાં સરકાર દ્વારા જાણીતા વકીલ અનિલ દેસાઈની સ્પેશ્યલ પી.પી  તરીકે નિમણુંક કરવાંમાં આવી છે ત્યારે અદાલતમાં આ કેસ ચાલવાની કાર્યવાહી શરુ થતા સૌ કોઈની આ કેશ ઉપર નજર રહેશે.