26 વર્ષની શિક્ષિકાને થયો 14 વર્ષના વિદ્યાર્થી સાથે પ્રેમ, પછી...

વિદ્યાર્થીના માતા-પિતાએ પોલીસની મદદ માગી

26 વર્ષની શિક્ષિકાને થયો 14 વર્ષના વિદ્યાર્થી સાથે પ્રેમ, પછી...
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-ગાંધીનગરઃ

હાલમાં વેવાઇ-વેવાણ ભાગી ગયાની વાતે ભારે ચર્ચા જગાવી છે, લોકો ચર્ચા કરી રહ્યાં છે કે પ્રેમને કોઇ ઉંમર હોતી નથી, ત્યારે આવી જ એક બીજી ઘટના સામે આવી છે, જેમાં 26 વર્ષની શિક્ષિકા પોતાની સ્કૂલના 14 વર્ષના વિદ્યાર્થીને લઇને ફરાર થઇ ગઇ છે. ઘટના ગાંધીનગરના કલોલમાં આવેલી એક સ્કૂલની છે, બાદમાં વિદ્યાર્થીના માતા-પિતાએ પોતાના સગીર પુત્રનુ અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. તો આ કિસ્સાથી સમગ્ર પંથકમાં ભારે ચર્ચા પણ જાગી છે. 

ગુમ થયેલા વિદ્યાર્થીના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 17 જાન્યુઆરી સાંજે 7 વાગ્યે હું નોકરી પરથી ઘરે આવ્યો હતો. તે સમયે તેમનો પુત્ર ઘરે હાજર ન હતો. પત્નીને પુછતા તેણે જણાવ્યું કે તેમને પુત્ર સાંજના 4 વાગ્યથી ઘરેથી કોઈને કહ્યાં વગર નીકળી ગયો છે. જેથી અમે તેની શોધખોળ હાથ ધરી હતી. જેથી જાણવા મળ્યું હતું કે, સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલાના તેમના પુત્ર સાથે પ્રેમ સંબંધ હોવાથી ભાગી ગયા છે.પોલીસે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થી અને શિક્ષિકા વચ્ચે કથિતરુપે પ્રેમ સંબંધ હોવાની વાત સામે આવ્યા બાદ હાલમાં જ સ્કૂલ ઓથોરિટી દ્વારા પણ તેમને ઠપકો આપવામાં આવ્યો હતો. તેમનો આ સંબંધ સામાજિક દ્રષ્ટીએ અનૈતિક હોવાના કારણે બંને શુક્રવારે ઘર છોડીને ભાગી ગયા છે. ગુમ થયેલા શિક્ષિકા અને વિદ્યાર્થી સાથે મોબાઇલ ફોન ન લઈ ગયા હોવાથી શોધખોળમાં મુશ્કેલી પડી રહી છે.