જામનગર-દ્વારકા જિલ્લામાં રસ્તાની હાલત ટ્રાફીક નિયમનના અભાવ,બેદરકારીથી વર્ષે ૧૫૦ જેટલા મોત 

રોજના વાહન અથડાવાના સામાન્ય ગણાતા કેટલાય બનાવ

જામનગર-દ્વારકા જિલ્લામાં રસ્તાની હાલત ટ્રાફીક નિયમનના અભાવ,બેદરકારીથી વર્ષે ૧૫૦ જેટલા મોત 

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

સમગ્રપણે ફાસ્ટ લાઇફમાં હાલ જેમ મોબાઇલના ઉપયોગ ટોચ ઉપર છે,તેવી રીતે વાહન ઉપયોગ ચરમસીમાએ છે,પરંતુ અનેક કારણોસર જામનગર અને દ્વારકા જિલ્લામાં વાહન અકસ્માતના બનાવ દિવસે-દિવસે વધવા લાગ્યા છે,અને મહામૂલી જિંદગી અકસ્માતોના બનાવોમાં હોમાય છે તો કોઈ ઈજાગ્રસ્ત થાય છે,તે માટે સરકારી વિભાગો જેટલા જ વાહનચાલકો પણ જવાબદાર છે, ટ્રાફીકનિયમનના અભાવ પણ જવાબદાર છે,અમુક ચાલકોની બેદરકારી પણ જવાબદાર છે,આ ત્રણેય કારણોસર મળી વર્ષે ૧૫૦ તો ફેટલ થાય છે.બાકી વાહન અથડાતા હોય તેવા તો રોજના ૪૫૦ બનાવ અને ફ્રેક્ચર કરે તેવા 12 થી 15 અકસ્માત થાય છે.

-ચાલુ વાહને મોબાઇલ ઉપયોગ સૌથી વધુ જોખમી

ટુવ્હીલર, થ્રી વ્હીલર કે ફોર વ્હીલર ઉપરાંત હેવી વાહન ચાલકો દરેક પાસે મોબાઇલ તો હોય જ છે અને સમયની કટોકટી હોય તેમ ચાલુ વાહને મોબાઇલના ઉપયોગ જોખમી બની શકે છે.સીધો જ મોબાઇલ કાન પાસે રાખવો અને ડ્રાઇવીંગ કરવુ વધુ જોખમી છે,તો વળી હેન્ડસ ફ્રી કે બ્લ્યુટુથથી મોબાઇલ ઉપર વાતચીત કરવાથી ઘ્યાન તો ફટાય જ જાય માટે જોખમી બને છે.

-તણાવગ્રસ્ત હાલત વધુ અકસ્માત નોંતરે..

ઉજાગરા-બિમારીની સ્થિતિ કે ટેન્શનમાં જો વાહન ચલાવાતા હોય તો તેની ઇફેકટ વધુ ખરાબ થાય છે.સ્વસ્થ રીતે વાહન ચલાવી શકાતુ નથી પરંતુ ટ્રક-બસથી માંડી નાના વાહનો ચલાવવામાં આ મુદો ઘ્યાને લેવાતો નથી.

-યોગ્ય રોડના અભાવ-ચેકીંગ ન થવા અસલામત પોઇન્ટ

બન્ને જિલ્લાના ૧૨ હજાર કિમીથી વધુ લંબાઇના નાના મોટા રોડ આંતરિક મુખ્ય સ્ટેટ હાઇવે નેશનલ હાઇવે વગેરે મળીને છે,તેના ઉપર મુકતપણે વાહન ચાલી શકે તે માટે તમામ રોડ સારા નથી,વાહન ચાલકોને ખાડા-ખડબા તુટેલીધાર, પોલાણ નબળા પુલીયા, રફ રસ્તા વગેરેના સામના કરવા પડે છે,વળી ડાયવર્ઝન પાકા નથી હોતા આવા અનેક કારણોસર તેમજ દરેક રોડ ઉપર પુરતાં સાઇનબોર્ડ, ઇન્ડીકેશન ન હોઇ વાહન ચાલકો રાત્રે વધુ હેરાન થાય છે.એ સિવાય રસ્તા ઉપર આડેધડ પાર્કિંગ અને દબાણ તેમજ ગતિ મર્યાદાના પાલન થતાં ન હોવાથી આ દરેક બાબતે તંત્રનો આમ તો નિયંત્રણનો અભાવ છે,માટે પણ અકસ્માત વધે છે એ સિવાય વાહનની ફીટનેશ વ્યકિતગત રીતે, સમુહગત રીતે અને તંત્ર કોઈ રીતે હંમેશા ચેક થતી નથી.