લીમડાલાઈન રજપુતપરામાં ચાલતા જુગારના અખાડા પર એલસીબીનો દરોડો 

આઠ ઝડપાયા 

લીમડાલાઈન રજપુતપરામાં ચાલતા જુગારના અખાડા પર એલસીબીનો દરોડો 

Mysamachar.in-જામનગર:

જામનગર એલસીબી એ ચોક્કસ બાતમીના આધારે જામનગર શહેરમાં લીમડા લાઇન રજપુતપરા શેરી નંબર ૧ માં રહેતા રાજેન્દ્રસિંહ ઉમેદસિંહ સોલંકીના રહેણાક ફલેટમાં જુગારનો અખાડો ચાલતો હોય જે અખાડા ઉપર રેઈડ કરી આઠ ઇસમો તિનપતી રોનપોલીસ નામનો જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી પાડી તેના કબ્જા માથી રોકડ રૂ. ૧,૦૬,૫૦૦/- ત્રણ મોટરસાઈકલ ૭૫,૦૦૦/- મળી કુલ ૧,૮૧,૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેમના વિરૂધ્ધ પો. હેડ. કોન્સ. નિર્મળસિંહ બી. જાડેજાની ફરીયાદ આધારે પો.સબ.ઇન્સ. આર.બી. ગોજીયાએ ધરપકડ કરી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

કોણ ઝડપાયા..

-     રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા ઉમેદસિંહ સોલંકી રહે, લીમડા લાઇન, રજપુત પરા શેરી નંબર-૧,                   જામનગર.
-     વસંતભાઇ ખીમજીભાઇ નકુમ રહે, ગોકુલનગર નવાનગર શેરી નંબર-૪,જામનગર
-     પ્રકાશભાઇ નરશીભાઈ મઘોડીયા રહે. મેહુલનગર, પ્રગતિપાર્ક શેરી નંબર-૧, જામનગર
-     મુકેશભાઇ વિઠલભાઈ ડોબરીયા રહે, ગોકુલનગર જકાતનાકા પાસે, મોહનનગર, જામનગર
-     ભરતભાઇ દામજીભાઇ સંઘાણી રહે. કમલ એપાર્ટમેન્ટ, બ્લોકન.-૪, હરીયા સ્કુલ પાસે,જામનગર 
-     પ્રેમજીભાઇ ભાણજીભાઈ ધારવીયા રહે, ખીમરાણા ગામ, તા.જી.જામનગર.
-     અનિરૂધ્ધભાઈ ગોરધનભાઈ ચોવટીયા રહે. કેવલીયાવાડી, શેરી નંબર-૧, જામનગર.