લાલપુરમાં જુગારીઓ પર એલસીબીની રેડ..

૪.૭૨ લાખનો મુદામાલ જપ્ત...

લાલપુરમાં જુગારીઓ પર એલસીબીની રેડ..

Mysamachar.in-જામનગર:
લાલપુરમાંથી રહેણાક મકાનમાં ચાલતા જુગાર પર LCB એ દરોડો પાડી રૂ. ૪.૭૨ લાખના મુદ્દામાલ સાથે ૫ શખ્સને ઝડપી લઈ કાર્યવાહી આરંભી હતી, જામનગરના લાલપુર ગામે પ્રગટેશ્વર સોસાયટીમાં રહેતા ખીમાંભાઈ સોમાંતભાઈ બંધીયા નામનો શખ્સ પોતાના રહેણાક મકાનમાં જુગાર રમાડતો હોય જે બાતમીના આધારેLCBએ દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે, અને સ્થળ પરથી બે કાર સહિત કુલ રૂપીયા ૪.૭૨ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

કોણ-કોણ ઝડપાયા……          

- ખીમાભાઇ સોમાંતભાઈ બંધીયા(રહે. પ્રગટેશ્વર સોસાયટી, લાલપુર)

- રાયાભાઇ હરદાસભાઇ સંધીયા(રહે. જોગવડ પાટીએ, લાલપુર)

- ડાયમંડઅલી ગુલામહુશેન મુખી(રહે. ખત્રીવાડ, લાલપુર)

- દિપકભાઇ ખેરાભાઈ વાઘોરા(રહે. પડાણાના પાટીએ, લાલપુર)

- જેશાભાઈ ખેંગારભાઇ ચાવડા(રહે. જોગવડ ગામની સીમ, લાલપુર)