હવે 'ક્યાર' વાવાઝોડાનો ખતરો, જામનગર બંદરે 2 નંબરનું સિગ્નલ

દરિયામાં મહાકાય મોજા ઉછળ્યા

હવે 'ક્યાર' વાવાઝોડાનો ખતરો, જામનગર બંદરે 2 નંબરનું સિગ્નલ
જામનગર બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવાયું

Mysamachar.in-જામનગરઃ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરે હવે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ વાવાઝોડાનું નામ ક્યાર છે, જે પહેલા ગુજરાતના દરિયાકિનારાથી દૂર હતું પરંતુ ચક્રવાત હવે તોફાનમાં પરિવર્તિત થતા ગુજરાત માટે તહેવાર ટાણે વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે. ક્યાર વાવાઝોડાને કારણે શનિવારે વહેલી સવારથી જ રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જામનગર, મોરબી, રાજકોટ અને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. તો દરિયામાં સવારથી જ ભારે કરંટ જોવા મળ્યો હતો. દરિયામાં મહાકાય મોજાને કારણે દ્વારકાથી બેટદ્વારકા જતી ફેરી સર્વિસને તાત્કાલિક બંધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો જામનગર દરિયાકાંઠે બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જામનગરમાં વાદળછાયા વાતવરણ વચ્ચે ઠંડો ફુંકાઇ રહ્યો છે. બીજીબાજુ બદલાતી ઋતુને કારણે રોગચાળો વધુ ફેલાવવાનો ભય ઉત્પન્ન થયો છે.