કચ્છ:છસરા ગામે છ ની હત્યાથી મચ્યો હાહાકાર..ગામ ફેરવાયું પોલીસ છાવણીમાં..

સામસામી ફરિયાદો લેવાઈ..

કચ્છ:છસરા ગામે છ ની હત્યાથી મચ્યો હાહાકાર..ગામ ફેરવાયું પોલીસ છાવણીમાં..

nysamachar.in-કચ્છ:

કચ્છના મુંદ્રા તાલુકાના છસરા ગામમાં ગત મોડીરાત્રીના બે જૂથ વચ્ચે અથડાણ થઈ હતી..લોહિયાળ આ  ધિંગાણામાં 6 લોકોની હત્યા થઈ છે..જેમાં છસરાના મહિલા સરપંચનો પુત્ર અને સસરાનું તેમજ આહિર જ્ઞાતિના ચાર પિતરાઈ ભાઈઓ સહિત 6 લોકોની હત્યા થઈ છે..બંને પક્ષના 7 લોકો ઘાયલ થયા હતા ..

મુન્દ્રા તાલુકાના છસરા ગામે ચુંટણીના ઝઘડાને લઈને બે જુથ વચ્ચે ઘાતક હથિયારો સાથે ખૂની ખેલ ખેલાયો હતો.અને છ લોકોનું ઢીમ ઢળી જતા રાતોરાત છસરામાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવાની ફરજ પડી હતી,સવાર સુધી સમગ્ર ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે,

ઘટનાની ગંભીરતા ને જોતા IG ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો ગામમાં કેમ્પ બનાવવામાં આવ્યો છે,તો ભૂજના SP ભરાડા પણ છસરા ગામે ખાતે જ છે,ગામમાં પોલીસના ધાડેધાડા ગોઠવાયા છે. જોકે વાતાવરણ શાંત રહે તે હેતુંથી પોલીસ તાકીદે કામગીરી કરી રહી છે..હાલ એસઆરપી ની એક ટીમ ને પણ ગામમાં તેનાત કરી દેવાઈ છે,પોલીસ દ્વારા છસરા ગામ અને મુન્દ્રા હોસ્પિટલ ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.. મૃતકોની લાશના પીએમ કરી અને બને પક્ષે સામસામી ફરિયાદો લઈને પોલીસએ વધુ તપાસ હાથ ધરી છે,