જીવતા સમાધિ લેવાની વાત ક્યાં પહોંચી, જાણો અપડેટ

જાણો શું કહ્યું કાંતિલાલે

જીવતા સમાધિ લેવાની વાત ક્યાં પહોંચી, જાણો અપડેટ

Mysamachar.in-મોરબીઃ

મોરબીના પીપળીયા ગામે કાંતિલાલ મૂછડિયાએ 28મી નવેમ્બરે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરી ભારે ચર્ચા જગાવ્યા બાદ હવે તેઓએ ફેરવી તોડ્યું છે. કાંતિલાલે કહ્યું કે હાલ સમાધિ લેવાનું ટાળ્યું છે, પરંતુ ધર્મભક્તિનો માર્ગ નહીં છોડે. તો કાંતિલાલે અચાનક સમાધિ લેવાનું મૂલતવી રાખ્યાની જાહેરાત કરી છે. પત્રકારો સાથે વાતચીતમાં કાંતિલાલે જણાવ્યું કે હાલ પૂરતો મારો પ્લાન મૂલતવી રાખું છું, હવે જ્યારે મારા દાદા કહેશે ત્યારે સમાધિ લઇશ. માગશર બીજે હું અહીં આવીશ ભજન-કિર્તન કરીશ અને આનંદ કિલ્લોલ કરીશ. મારી સમાજના ઘણા લોકો સમજાવવા આવ્યા હતા. ગુરુએ ના પાડી છે કે દાદા ના પાડે છે. હું કોઇ સાથે સંકળાયેલો નથી. મારે કાઇ કરવું નથી. બીજી બાજુ જીવતા સમાધિની જાહેરાત બાદથી તંત્ર દ્વારા પણ તકેદારીના તમામ પગલા લેવામાં આવ્યા હતા. અને આ મામલે નજર રાખવામાં આવી રહી હતી, પણ  હવે આ આ સમગ્ર સમાધીલેવાના પ્રોગ્રામ પર પરદો પડી ગયાની જાહેરાત ખુદ કાંતિલાલે કરી દેતા તંત્રએ  પણ હાંશકારો અનુભવ્યો છે.