જાણી લો ગુજરાતનું આજનું કોરોના અપડેટ, 54 કેસો નવા નોંધાયા 

54મા થી 31 કેસો તો ખાલી અમદાવાદના 

જાણી લો ગુજરાતનું આજનું કોરોના અપડેટ, 54 કેસો નવા નોંધાયા 
file image

Mysamachar.in-ગાંધીનગર:

ગુજરાતમાં કોરોના વાયરસનો આંકડો સતત ઉપર જઈ રહ્યો છે, અને સૌથી વધુ કેસો અમદાવાદમાં સામે આવ્યા છે, આજે પણ જે 54 કેસો કોરોનાના નવા સામે આવ્યા છે, તેમાંથી 31 કેસો તો ખાલી અમદાવાદના છે, હોટસ્પોટ વિસ્તારમાં વધુ કેસો સામે આવી રહ્યા છે. અગ્ર સચિવ જયંતિ રવિએ ગુજરાતમાં સ્થિતિ કાબુમાં હોવાનો દાવો કરતા સમગ્ર રાજ્યના કેસોના આંકડા રજુ કર્યા તેમાં અમદાવાદમાં 228, ગાંધીનગર 14, સુરત 28, વડોદરા 77, રાજકોટ 18, ભાવનગર 23, કચ્છ 4, મહેસાણા ગીર સોમનાથ છોટા ઉદેપુર માં બે-બે કેસો નોંધાયા છે, તો પોરબંદર 3, પાટણ 14, આણંદ 5, ભરૂચ 7, પંચમહાલ, જામનગર, મોરબી, સાબરકાંઠા, દાહોદ, માં એક-એક કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં અત્યારસુધીમાં 432 કેસો પોજીટીવ નોંધાયા છે જયારે 19 ના મોત થયા છે.