શું તમને ખબર છે કેમ મનાવવામાં આવે છે વેલેન્ટાઇન ડે ?

જાણો 2020ના વેલેન્ટાઇન ડે વીકનું કેલેન્ડર

શું તમને ખબર છે કેમ મનાવવામાં આવે છે વેલેન્ટાઇન ડે ?
file image

Mysamachar.in-અમદાવાદઃ

ફેબ્રુઆરી મહિનો શરુ થતા જ યુવાઓ વેલેન્ટાઇન ડે મનાવાની તૈયારીઓ તેજ થઇ જાતી હોય છે. 14 ફેબ્રુઆરી નાં પહેલાનાં સાત દિવસ વેલેન્ટાઇન વીક મનાવામાં આવે છે. તેની શરૂઆત રોઝ ડે થી શરુ થાય છે. અને છેલ્લો દિવસ ‘કિસ ડે’ મનાવામાં આવે છે. આ 7 દિવસો બાદ 8મો દિવસ વેલેન્ટાઈન ડે મનાવામાં આવે છે. આ વર્ષે એટલે કે 2020ના વેલેન્ટાઇન ડેની શરૂઆત 7 ફેબ્રુઆરીએ રોઝ ડેથી થશે, ત્યારબાદ 8મીએ પ્રપોઝ ડે, 9મીએ ચોકલેટ ડે, 10મીએ ટેડી ડે, 11મીએ પ્રોમીસ ડે, 12મીએ હગ ડે, 13મીએ કિસ ડે અને 14મીએ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવશે.

કહેવામાં આવે છે કે વેલેન્ટાઇન ડે નું નામ રોમનાં એક પાદરી સંત વેલેન્ટાઈનનાં નામ પર રાખવામાં આવ્યું હતું. રોમ સામ્રાજ્યમાં ત્રીજી સદીમાં કલોડીયસ નામના એક રાજાનું શાસન હતું. કલોડીયસનું માનવું હતું કે લગ્ન કરવાથી પુરુષોની શક્તિ અને બુદ્ધિ ખત્મ થઇ જતી હોય છે. પોતાની આ સોચને લીધે તેણે સમગ્ર રાજ્યમાં આદેશ કર્યો કે  રાજ્યમાં કોઈ પણ સૈનિક કે અધિકારી લગ્ન નહી કરે. પણ સંત વેલેન્ટાઈને કલોડીયસનાં આ આદેશનો સખ્ત વિરોધ કર્યો હતો અને પુરા રાજ્યમાં લોકોને લગ્ન કરવા મારે પ્રેરિત કર્યા હતા. સંત વેલેન્ટાઇને ઘણા એવા સૈનિકો અને અધિકારોના લગ્ન કરાવ્યા હતા. જ્યારે રાજા સુધી આ વાતની ખબર પહોંચી, તો તેને ખુબ ગુસ્સો આવ્યો. પોતાના આદેશનો વિરોધ થતો જોઇને કલોડીયસે સંત વેલેન્ટાઈનને બંદી બનાવાનો આદેશ આપ્યો હતો. તેના બાદ તેને ગિરફ્તાર કરીને રાજાનાં આદેશ પર 14 ફેબ્રુઆરી સન 296 નાં રોજ ફાંસી પર ચઢાવી દેવામાં આવ્યા હતા. ત્યારથી જ તેમની યાદોમાં વેલેન્ટાઇન ડે નો તહેવાર મનાવામાં આવે છે.