જો આ સમયે કરવામાં આવશે ધનતેરસની પૂજા તો ક્યારેય નહીં ખૂટે 'ધન'

કેમ ઉજવવામાં આવે છે ધનતેરસનો તહેવાર

જો આ સમયે કરવામાં આવશે ધનતેરસની પૂજા તો ક્યારેય નહીં ખૂટે 'ધન'

Mysamachar.in-અમદાવાદઃ

પ્રકાશનો તહેવાર ગણાતા દિવાળીની સંપૂર્ણ તૈયારીઓ થઇ ચૂકી છે. લોકો ખરીદી અને વેકેશની મજા માણી આ તહેવારની ઉજવણી કરશે, પરંતુ આ સિવાય પણ સૌથી ખાસ પૂજા કરવાથી નવા વર્ષના વધામણા કરવામાં આવે છે જેમાં સૌથી ખાસ ધનતેરસની પૂજા રહેલી છે, આ દિવસ ધનની દેવી માતા લક્ષ્મીજીની આરાધના કરવામાં આવે છે. જો યોગ્ય રીતે અને ચોઘડિયા પ્રમાણે લક્ષ્મીજીની પુજા કરવામાં આવે તો આવનારા આખા વર્ષમાં લક્ષ્મીજીની કૃપા તમારા પર બની રહે છે. આ વખતે શુક્રવારે 25 ઓક્ટોબરે ધનતેરસ છે, જેથી આ દિવસે ક્યારે અને કેવી રીતે પુજા કરવી તેઓ આવો જાણીએ.

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીનો જન્મ થયો હતો. આ દિવસે કળશ અને આયુર્વેદ લઈને પ્રકટ થયા હતા. આ કારણે ભગવાન ધન્વંતરીને ઔષધિના જાતક પણ કહેવામાં આવે છે. આવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે સોના-ચાંદીના વાસણ ખરીદવા શુભ ગણાય છે. ધનતેરસની પૂજાનું શુભ મૂહુર્ત સાંજે 7 વાગીને 8 મિનિટથી લઈને 8 વાગીને 14 મિનિટ સુધીનું રહેશે. જાતક પાસે ધનતેરસની પૂજા શુભ સમયે કરવા માટે 1 કલાક 06 મિનિટ નો સમય રહેશે. પ્રદોષ કાળમાં કરેલી પૂજા પણ શુભ ફળ આપનારી માનવામાં આવે છે. ધનતેરસ પર પ્રદોષકાળ સાંજે 5 વાગીને 39 મિનિટથી લઈને 8 વાગીને 14 મિનિટ સુધીનો રહેશે.