ખંભાળિયા: ધો.૧૦ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો..

આજે હતું ગણિતનું પેપર

ખંભાળિયા: ધો.૧૦ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો..

Mysamachar.in-ખંભાળિયા:

ધોરણ ૧૦ની પરીક્ષામાં થોડા દિવસ પૂર્વે જામજોધપુરના સ્વામીનારાયણ ગુરુકુળ શાળામાંથી બે વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયાનો હજુ નજર સમક્ષ છે. ત્યાં જ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ધોરણ-૧૦ના પેપરમાં એકની બદલે બીજો વિદ્યાર્થી પરીક્ષા આપતો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે,

ખંભાળિયામાં આવેલ કે.આર. ગોકાણી શાળામાંથી આજે ધોરણ ૧૦ની પરીક્ષામાં ચેકીંગ દરમ્યાન એકની બદલે બીજો વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યો હોવાનું સામે આવતા એટલે કે ડમી વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યો હોય ફરજ પરના સુપરવાઈઝર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવામાં આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.