કશ્યપ ઇન્ફ્રાટેક દ્વારા વિનામુલ્યે માસ્ક તથા સેનેટાઇઝરનું વિતરણ કરાયું

કશ્યપ ઇન્ફ્રાટેક દ્વારા વિનામુલ્યે માસ્ક તથા સેનેટાઇઝરનું વિતરણ કરાયું

Mysamachar.in-જામનગર

હાલમાં દેશવ્યાપી કોરોના વાયરસની મહામારી ફેલાયેલ છે. આ વાયરસને વધુ ફેલાતો અટકાવી શકાય તે માટે તજજ્ઞોની સલાહ મુજબ મો પર માસ્ક પહેરવું અને વારંવાર હાથને સ્વચ્છ કરવા ખુબ જરૂરી છે, ત્યારે પોતાની ફરજ બજાવતા પોલીસકર્મીઓ, વહીવટીતંત્રના અધિકારીઓ અને પીજીવીસીએલના કર્મચારીઓ માટે જામનગરની કશ્યપ ઇન્ફ્રાટેક પ્રાઈવેટ લીમીટેડના સર્વેસર્વા કે.ડી કરમુર દ્વારા દેશહિતને ધ્યાને રાખી આવા તમામ કર્મચારીઓ અધિકારીઓ માટે અંદાજે પાંચેક લાખની કિમતના માસ્ક તથા સેનેટાઇઝરનું વિતરણ અલગ અલગ પોલીસમથક, મામલતદાર કચેરીઓ, પીજીવીસીએલ કચેરીમાં કરી પોતાનો સહયોગ આપેલ છે.