Mysamachar.in-જામનગર
કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.એસ.આઈ.રાદડિયાએ એક ગુન્હાના કામે દારૂના મુદ્દામાલમાં કબજે કરવામાં આવેલ કારનો પોતે અંગત ઉપયોગ કરી રહ્યાનું સામે આવ્યું છે, અને આ ઘટનાના વિડીયો વાઈરલ થતા જામનગર જ નહિ પરંતુ રાજ્યના પોલીસબેડામાં ચકચાર જાગી હતી, દરમિયાન કાલે ઘટના એવી બની કે મુદામાલમાં કબજે કરવામાં આવેલ ગાડી રોકી તેમાં બેઠેલી વ્યક્તિને પૂછપરછ કરતા પુરાવારૂપે વિડીયો પણ બનાવેલ જેમાં જાણવા મળ્યુ કે કારમાં સવાર અન્ય કોઈ નહી પરંતુ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઈ રાદડિયાના પત્ની અને તેના બાળકો હતા, તે ગાડીમાં ડ્રાઈવર સાથે તેના કામ સબબ જતા હોઈ, તેના દ્વારા વપરાશ થતી ગાડી મુદ્દામાલ હોઈ તેનો વ્યક્તિગત ઉપયોગ ન કરી શકાય છતાં પણ પીએસઆઈએ પોતાના હોદાનો દુરુપયોગ કરી અને મુદ્દામાલમાં જપ્ત કરેલ કારણો વ્યકિગત ઉપયોગ કર્યાની બાબત ખુબ જ ગંભીર છે અને આ ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા આ મામલે જામનગર જીલ્લા પોલીસવડા શ્વેતા શ્રીમાળીએ ગણતરીની કલાકોમાં કડક પગલા ભરી અને કાલાવડ ગ્રામ્ય PSI રાદડિયાને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા જામનગર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.આ સાથે જામનગર એસપી શ્રીમાળીએ જામનગર પોલીસ વિભાગમાં કોઇપણ ભેદભાવ વગરનિયમ અને કાયદા પાલન ચુસ્ત રીતે કરાશે તેવો સેદેશો આપ્યો હોય તેમ લાગે છે.