૧૬ લાખ વૃક્ષવાવેતરના બણગા..કેમ જાણો...

વન વિભાગ ૧૯ પ્રકારની ગેરરીતી કરે છે

૧૬ લાખ વૃક્ષવાવેતરના બણગા..કેમ જાણો...

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લામા એક તરફ વૃક્ષોની સંખ્યા ઓછી છે,ઉપરથી વનવિભાગ સહિત જવાબદાર તંત્રો વૃક્ષારોપણના મસમોટા આકડા જાહેર કરે છે,અને વન વિભાગ તો કરોડો રૂપીયાનો  ધુમાડો પણ કરી દે છે,છતાય વૃક્ષારોપણ સફળ થયુ હોય તેવુ સર્વેમા જણાતુ નથી,છેલ્લા બે વર્ષના કુલ વાવેતરથી પણ બમણાથી  વધુ નુ લક્ષ્યાંક તંત્ર એ આ વખતે રાખ્યુ તે હાસ્યાસ્પદ અને શેખચલ્લીના બણગા જેવુ લાગે છે,

કેમ કે વન વિભાગમાંથી જાણવા મળ્યા  મુજબ વર્ષ ૧૭-૧૮મા  રૂ. ૪૩૩ લાખના ખર્ચે ૮૭૭ હેક્ટરમા વૃક્ષારોપણ થયુ અને વર્ષ ૧૮-૧૯ મા ૧૭૮૮ હેક્ટરમા રૂ.૭૯૩ લાખના ખર્ચે વૃક્ષારોપણ થયુ છે,જેમા વર્ષ ૧૭-૧૮મા ૩ લાખથી વધુ વૃક્ષોના રોપણ થયા અને વર્ષ ૧૮-૧૯ મા ૪ લાખથી વધુ રોપણ થયા છે તેવુ રેકર્ડ ઉપર છે,હવે તેની સામે વર્ષ ૧૯-૨૦ મા ૧૬ લાખ વૃક્ષારોપણ નો ટાર્ગેટ રખાયાનુ વન વિભાગના અધિકારીઓએ જાહેર મીટીંગમા જણાવ્યુ છે,

ત્યારે એક તો છેલ્લા બે વર્ષમા ૧૧૩૭ લાખના આંધણ બાદ પણ ખાસ કંઇ હરિયાળી તો થઇ નહી વૃક્ષો જો ઉઝરતા હોય તો તો ખર્ચ પણ યથાર્થ છે,પરંતુ ઉજરતા ન હોવા છતા નજરે ચડતા ન હોવા છતા જે દર્શાવાય છે,તે વૃક્ષારોપણ છેલ્લા બે વર્ષનુ સાત લાખનુ ક્યા થયુ એ સવાલ યોગ્ય જ છે.

-જતન થતા નથી અને ઓછા વરસાદના વાંક કઢાય છે...

સર્વેક્ષણમા જાણવા મળ્યુ છે તે મુજબ વૃક્ષારોપણનો દેખાડો કરવા  માત્ર પ્રતિકાત્મક વાવેતર વધુ પ્રમાણમા  થાય છે,અને  મોટાભાગના વૃક્ષોનાના જતન થતા જ નથી એટલુ જ નહી તે જોવા વાળુ પણ કોઇ નથી,ઉપરથી હવે ૨૫૦૦ લાખ ખર્ચી ને ૧૬ લાખ વૃક્ષોના વાવેતર કેમ સફળ થશે? ખરેખર અનેક સંસ્થાગત વ્યક્તિગત  રીતે સફળ અને પ્રેરક  વૃક્ષારોપણ થયાના અનેક ઉદાહરણો છે તો તંત્ર શા માટે એ મુજબ ન કરી શકે? કે વૃક્ષારોપણ માટે  અઢળક  નાણાના ખર્ચ જ માત્ર દર્શાવી દેવાય છે? તેવા સવાલો આ અંગેના અભ્યાસુઓ કરે છે,તેથી ફેલ જાય ત્યારે મહત્વનુ એ છે કે વૃક્ષારોપણ બાદ નિયમિત જતન થાય,,.નહી તો ઉઝરશે કેમ? ઉપરાંત જે સંખ્ય જાહેર થાય છે તેટલા કદાચ વૃક્ષારોપણ થતા પણ નથી આવી તો અનેક બાબતો ઉપર જાણકારોએ પ્રકાશ પાડ્યો છે,

-વન વિભાગ ૧૯ પ્રકારની ગેરરિતી કરે છે,

નાગરીકો ચોંકી જાય એવી બાબત એ છે કે રાજ્ય તકેદારી આયોગે સરકારમા એક ધગધગતો રિપોર્ટ રજુ કરી જણાવ્યુ છે કે વન વિભાગ ૧૯ પ્રકારની ગેરરિતી આચરે છે,જેમા  રોપાની સંખ્યા અને સ્ટોક તેમજ વિતરણ અને રોપણ બાદ જતન અંગે દર્શાવાતા અહેવાલ એ તમામમા મોટાપાયે થતી ગેરરિતીઓનો સમાવેશ થાય છે,તેના ઉપરથી જ સમજી શકાય કે જે કરોડોનો ખર્ચ થયો તે સાર્થક થવાને બદલે મોટા ભાગે તો પાણીમા જ ગયો હશે કે પછી  બીજી ( અનેક શંકાપ્રેરક) રીતે ખર્ચ ઉધારાયા હશે તેવા સવાલો લોકો ઉઠાવે છે.