નિયમીત વિકાસ-ડીમાન્ડ-મીલકત સર્વે ન કરી જંગી નુકસાન કરતું જામ્યુકો

કોઇ સીસ્ટમ જ નથી

નિયમીત વિકાસ-ડીમાન્ડ-મીલકત સર્વે ન કરી જંગી નુકસાન કરતું જામ્યુકો

Mysamachar.in-જામનગર

જામનગર મહાનગરપાલિકાના કોઇ પણ વિભાગમાં નગરના દરેક વિસ્તારમાં નિયમીત સર્વે કરવાની કોઇ વ્યવસ્થા જ નહી વ્યવસ્થાની રીતે, આવકની રીતે અને જનસુખાકારીની રીતે તેમજ વહિવટી ગતિશીલતાની બાબતે જંગી નુકસાન કરી રહ્યું છે. જેનાથી તંત્રને અને નાગરીકોને પ્રત્યક્ષ કે પરોક્ષ મુશ્કેલી પડે છે. શહેરમાં 16 વોર્ડ અને 132 ચો. કિ.મી.ના વિસ્તારમાં કયાંયને કયાંય વિકાસ કામ એટલે કે બાંધકામો, રીનોવેશન, નવા માળખા અને સ્થાયી અસ્થાયી કન્સ્ટ્રકશન થતા જ રહે છે તે તપાસવા માટે કોઇ સીસ્ટમ જ નથી નહી તો એક તો અનિયમીતતા શરૂઆતથી જ માટે જે જન સુખાકારી કરતા જાહેર વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થાય અને નિયમીત સર્વે થાય તો આવા તમામ વિકાસ કામોની નિયત કરેલી ફીની જંગી આવક તંત્રને થાય.

મિલકત વેરામાં ટ્રાન્સફર થઇને આવતી મીલકત લીસ્ટમાં ચડાવવાની કે તબદીલની અરજીઓમાં સ્થળ પરીક્ષણ ફરજિયાત હોવા છતાં મોટાભાગે પરીક્ષણ ન કરી રજુ થયેલ દસ્તાવેજના વર્ણન ઉપરથી આકરણી કરી એસેસમેન્ટ ઇન્વોઇસ બની જાય છે. ઘણી વખત તો ટેર્નામેન્ટ, બંગલા કે બહુમાળીની જગ્યાએ માત્ર પ્લોટ જ દર્શાવેલા હોય છે તો પણ આકરણી કચેરીમાં બેઠા બેઠા થાય છે. નગરમાં અનેક બાંધકામ જે એક ઓરડી દર્શાવેલી હોય ત્યાં એકથી વધુ માળ હયાત હોય તેવા દાખલા હોવાનું જાણકારોમાં ચર્ચાય છે.

જામ્યુકોની જાહેર મીલકત જેવી કે બાગ-બગીચા, રોડ, પ્લોટ, તેની ઇમારતો અને મટીરીયલ તેમજ મશીનરીઝ અને વાહનો આ તમામના નિયમીત સર્વે થતા ન હોય ત્યાં ઠેરઠેર દબાણ થવા, મશીનરીઝ ચોરાઇ જવી, કે બદલી જવી, વાહનોના પાર્ટ બદલી જવા, મીલકતોના નુકસાન થવા વગેરે બનાવો નિયમીત બનતા હોય છે, જેને અટકાવવાની કોઇ તસ્દી લેતુ નથી. પાણીની લાઇન, રોડ, ફુટપાથ, ગટરની લાઇન, ભુગર્ભની લાઇન વગેરેમાં નુકસાન કરાતા હોય તો તે ચેક કરવાની દરેક વિસ્તારોની કોઇ વ્યવસ્થા જ નથી સાથે સાથે લોકોની હાલાકી સર્વેક્ષણ કરવાની પણ નિયમીત સર્વે ટીમ નથી.

-નિષ્ક્રીયતાની ‘કિંમત’ મળતી હોય તો શા માટે જહેમત કરવી-લોકોમાં  ચર્ચા

આ તમામ પ્રકારની નિષ્ક્રીયતાની પુરતી કિંમત મળતી હોય તો શા માટે જહેમત ઉઠાવવી, શા માટે આંખે થવુ, શા માટે ઘર્ષણમા  ઉતરવુ, શા માટે દુશ્મનાવટ લેવી વગેરે કારણોથી અને અનેક દબાણોના કારણે, ઇચ્છાશકિતના અભાવના કારણે આ ગાડુ ગબડે છે.