જીપે બે પોલીસકર્મીને લીધા અડફેટ, ASIનું મોત, એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત

જાણો કયાની છે ઘટના

જીપે બે પોલીસકર્મીને લીધા અડફેટ, ASIનું મોત, એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત

Mysamachar.in-પોરબંદર

પોરબંદરમાં મોડી રાતે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં પોરબંદરની કમલાબાગ પોલીસના બે પોલીસકર્મીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પુરપાટે દોડી આવી રહેલી જીપ કમ્પાસ કારે સર્કલ નજીક ઓટોને ટક્કર મારી હતી જેમાં નાઇટ કોમ્બિંગમાં ફરજ બજાવી રહેલા બે પોલીસકર્મીઓને અતિગંભીર ઇજા પહોંચી હતી.આ ઇજાગ્રસ્ત પૈકીના એ.એસ.આઈને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન રાજકોટ સારવાર માટે લઈ જવાઈ રહેલા ASIનું રસ્તામાં જ મોત થયું હતું. ઘટનાના પગલે પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે,

પોરબંદર શહેર પોલીસની હદમાં આવેલી વીરભનુની ખાંભી નજીક મોડી રાતે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. અહીંયા એક જીપ કમ્પાસ કાર પુરપાટે આવી રહી હતી જે સર્કલ નજીક ઓટો સાથે અથડાઈ હતી. દરમિયાન આ સર્કલ પર બે પોલીસકર્મી ફરજ બજાવી રહ્યા હતા. કારની ટક્કરમાં આ બંને પોલીસકર્મીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પુરપાટે દોડી આવતી બેફામ જીપ કમ્પાસની ટક્કર એટલી ગંભીર હતી કે સર્કલ પણ બુકડો બોલી ગયું હતું તેવામાં ASI ગોવિંદભાઇ અને જવાન મહેશ ઓડેદરા ફરજ પર હાજર હતા. બંને પોલીસકર્મીઓ નાઇટ કોમ્બિંગ કરી રહ્યા હતા તેવામાં તેમને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.

દરમિયાન ASI ગરચરને વધુ ગંભીર ઇજાઓ થઈ હતી તેથી તેમને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાની ફરજ પડે તેમ હતી આથી ગરચરને રાજકોટ લઈ જવાઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ઉપલેટા નજીક તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં કાર ચલાવી રહેલો કાર ચાલક નશાની હાલતમાં હોવાની આશંકા છે.