જામનગરનું સ્મશાન બન્યું વાતાનુકુલિત

કંપસન્સ રિશોર્સ કોર્પોરેશન-અમદાવાદ દ્વારા અર્પણ

જામનગરનું સ્મશાન બન્યું વાતાનુકુલિત

mysamachar.in-જામનગર:

સમાજ સેવા માટે હરહંમેશ તત્પર રહેતા કંપસન્સ રિશોર્સ કોર્પોરેશન-અમદાવાદના સર્વેસર્વા આનંદભાઈ કપુર તેઓ કંપસન્સ એર કુલરનું પ્રોડકશન પોતાની કંપનીમાં કરે છે અને તેઓ દ્વારા મોટુ કંપસન્સ એર કુલર ધાર્મિક તેમજ સામાજીક સંસ્થાઓમાં સેવાભાવ કરવાના આશયથી શ્રી સમાજ સેવક મહાવીર દળ જામનગર સંચાલિત માણેકબાઈ સુખધામ(આદર્શ સ્મશાન)માં અર્પણ કરવામાં આવેલ સાથોસાથ આજીવન સર્વિસની પણ જવાબદારી તેમને લીધી હતી

અર્પણવિધી પ્રસંગે કંપસન્સ એર કુલના માલીક આનંદભાઈ કપુર તથા તેમના પુત્રના હસ્તે અર્પણ કરવામાં આવેલ અર્પણવિધી પ્રસંગે લાયન્સ ક્લબના એમ.એફ.જી.લાયન શૈલેષભાઇ ગઢવી,લા.સમાલશા ઉદાણી,રીઝન ચેરમેન લા.ડો.નિશાંન્ત શુક્લા(સેક્રેટરી લાયન્સ ક્લબ વેસ્ટ),લા.કુશભાઈ ઉદાણી,લા.પંકજ ઠાકર,લા.કાર્નિકભાઈ,લા.અમૃતભાઈ વાડીયા,લા.કેતનભાઈ શાહ,લા.પ્રદીપભાઈ શાહ,નમનભાઈ ઉદાણી અને સ્મશાન સમિતિના પ્રમુખ દિપકભાઈ ઠક્કર,માનદ્દમંત્રી દર્શનભાઈ ઠક્કર,ઉપપ્રમુખ વિજયભાઈ ચૌહાણ,સહમંત્રી સુધીરભાઈ રાઠોડ તેમજ સદસ્યશ્રીઓ વિશ્વાસભાઈ ઠક્કર,અમિતભાઇ સોની,ઉમેદભાઈ જેઠવા અને નિરજભાઈ દત્તાણી હાજર રહ્યા હતા ઉપસ્થિત સૌ કોઈએ આનંદભાઈ કપુરને આવા સેવાના કાર્યોને બિરદાવ્યા હતા