જામનગર ગ્રામ્ય બેઠક પર દિલીપસિંહ ચુડાસમાનું નામ પણ ચાલે છે મોખરે

શરૂ થયો ચર્ચાનો દૌર

જામનગર ગ્રામ્ય બેઠક પર દિલીપસિંહ ચુડાસમાનું નામ પણ ચાલે છે મોખરે

Mysamachar.in-જામનગર:

ગુજરાતમાં બદલાઈ રહેલા રાજકીય સમીકરણોની સાથે જામનગરમા પણ સમીકરણો બદલાયા અને જામનગર ગ્રામ્યની બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા કોંગ્રેસના વલ્લભ ધારવિયાએ રાજીનામું આપી દેતા જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ખાલી પડી અને આ બેઠકની પેટાચુંટણી પણ લોકસભાની ચુંટણીઓ સાથે જ યોજાનાર છે,ત્યારે ગઈકાલે જામનગર ભાજપ દ્વારા લોકસભાની સેન્સની પ્રક્રિયા સાથે સાથે જામનગર ગ્રામ્ય બેઠક માટે પણ સેન્સ લેવામાં આવી જેમાં ક્ષત્રિય આગેવાન અને જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમાએ પણ દાવેદારી નોંધાવતા તેમનું નામ આ બેઠક પર પ્રબળ દાવેદાર તરીકે પણ આગળ ચાલી રહ્યું છે,

દિલીપસિંહ ચુડાસમા નીર્વિવાદિત છબી ધરાવતા ભાજપના નેતા છે,અને પક્ષમાં એક પાયાના કાર્યકરથી માંડીને મહત્વની કહી શકાય તેવી અનેક જવાબદારીઓ તેમણે છેલ્લા ત્રણ દાયકામાં બખૂબી નિભાવી છે,તેવો એ ગઈકાલે જામનગર અટલ ભવન ખાતે આવેલા નિરિક્ષકો સમક્ષ પોતાની દાવેદારી નોંધાવતા પોતે કઈ રીતે જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર સક્ષમ્ છે તેની માહિતી આપતા નિરીક્ષકો પણ તે દિશામાં એક તબક્કે વિચારતા થઇ ચુક્યા હતા,

દિલીપસિંહ ચુડાસમા એ ભાજપ સંગઠનના મહત્વના હોદ્દાઓ કહી શકાય તેવા તાલુકા પ્રમુખ,તાલુકા મહામંત્રી,અને જીલ્લા ભાજપના ત્રણ ટર્મ સુધી મહામંત્રી તરીકેની મહત્વની જવાબદારી હાલ પણ તેવો નિભાવી રહ્યા છે,વધુમાં તેવો જામનગર તાલુકા પંચાયતના બે વખત કારોબારી ચેરમેન અને જામનગર એરિયા ડેવલોપમેન્ટ ઓથોરીટી (જાડા)ના ચેરમેન સહિતના પદો પર રહ્યા હોવાથી તેવો જામનગર ગ્રામ્ય બેઠક હેઠળ આવતા જામનગર તાલુકાના ૧૦૨ ગામો અને જોડિયા તાલુકા મા આવતા ૧૪ ગામો ઉપરાંત જીલ્લાના તમામ સમાજ અને વર્ગો સાથે ગાઢ સંપર્કો ધરાવે છે,અને તેનો પરિચય તેવોએ અનેકવાર યોજાતી લોકસભા,વિધાનસભા સહિતની ચુંટણીઓમા આપી દીધો છે,

જાડાના ચેરમેન પદે દિલીપસિંહ ચુડાસમાએ જાડા હેઠળ આવતા તમામ ગામોનો સર્વાગી વિકાસ થાય અને તમામ ગામોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળે તે માટે સ્કૂલો,કોમ્યુનીટી હોલ,રસ્તા,પાણી,આવાસો સહિતના ૨૦ લાખથી માંડીને ૧ કરોડ રૂપિયા સુધીના અલગ અલગ કામો પોતાની સીધી દેખરેખ હેઠળ કરાવ્યા છે,જેની આજે પણ સ્થાનિકો પ્રશંશા કરે છે.

જામનગર ગ્રામ્ય બેઠકમા  મુખ્ય ચાર જ્ઞાતિઓ મુસ્લિમ,પટેલ,સતવારા,અને ક્ષત્રિય સમાજ સહીત અન્ય તમામ જ્ઞાતિના લોકો સાથે પણ તેવો વર્ષોથી વિવિધ હોદાઓ પર રહ્યા હોય નજીકના સંપર્કો ધરાવે છે,ગઈકાલે લેવાયેલ સેન્સ દરમિયાન પણ વિવિધ સમાજના લોકો આગેવાનો અને સંગઠનના હોદેદારોએ દિલીપસિંહ ચુડાસમાની તરફેણમા સેન્સની પ્રક્રિયા દરમિયાન નિરીક્ષકો સમક્ષ ભારપૂર્વકની રજૂઆત કરતાં તે દિશામાં પણ પક્ષ વિચારણા કરી રહ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.