જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયાનું રાજીનામું

બે નેતાઓની ભૂમિકા રહી મહત્વની

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયાનું રાજીનામું

Mysamachar.in-ગાંધીનગર:

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા કોંગ્રેસ તોડવાનું  જબરુ ઓપરેશન શરૂ કરીને સૌરાષ્ટ્રમાંથી કુંવરજી બાવળીયા બાદ જૂનાગઢ જિલ્લાના મોટા ગજાના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ ધારાસભ્ય પદેથી રાજીનામા બાદ રાતોરાત મંત્રી બનાવી દેવામાં આવ્યા છે,ત્યારે ભાજપ દ્વારા કોંગ્રેસ તોડવાનો સિલસિલો ચાલુ રાખીને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ પણ રાજીનામું આપી દેતા કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે.

આવતીકાલે જયારે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળવા જઈ રહી છે, તે પૂર્વે જ કોંગ્રેસની વધુ એક વિકેટ ખડી જતા જોયા જેવી થઇ છે.એકબાજુ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે રાજકીય સોગઠા ગોઠવવા માટે આજે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવીયા પણ વિધાનસભાના અધ્યક્ષને આજે રાજીનામું ધરી દેતા ભારે રાજકીય ઉથલપાથલ થવા પામી છે.

કહેવાય છે કે જામનગર કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવીયાનુ આ ઓપરેશન પાર પાડવા એક બે અગ્રણીઓની મહત્વની ભૂમિકા હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે જામનગર લોકસભાની સીટ પર નવો વળાંક આવ્યો છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.