જામનગરમાં રોમિયોગીરી કરતા યુવકો સાથે યુવતી પણ ઝડપાઇ

જાણો પછી શું થયું..

જામનગરમાં રોમિયોગીરી કરતા યુવકો સાથે યુવતી પણ ઝડપાઇ

Mysamachar.in-જામનગર:

આજે જામનગર સહિત ગુજરાતભરમાં વેલેન્ટાઇન ડે ની ઉજવણીને લઈને યુવક અને યુવતીઑમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે જામનગરમાં આજે વેલેન્ટાઇન ડે દરમ્યાન અમુક તત્વો દ્વારા ધરાર યુવતીઓની પજવણી કરીને પરેશાન કરતા નબીરાઓ રોમિયો સ્કવોડની નજરે ચડતા ઝડપી લેવામાં આવ્યા હતા અને આ નબીરાઓને આજનો દિવસ યાદ રહે તે માટે મહિલા પોલીસમથક ખાતે ઉઠકબેઠક કરાવીને શાન ઠેકાણે લાવી હતી અને ભવિષ્યમાં આવું નહીં કરે તે માટે માફીપત્ર પણ લખાવવામાં આવ્યા હતા,આજે જામનગરમાં વેલેન્ટાઇન દિવસે સવારથી જ રોમિયો સ્કવોડ દ્વારા પેટ્રોલીંગ કરીને જુદા-જુદા ત્રણ સ્થળોએથી રોમિયોગીરી કરતા તત્વો ઉપરાંત એક યુવતીને ઝડપી લઈને કાર્યવાહી કરી હતી. ત્યારે આજે દિવસભર રોમિયો સ્કવોડ પેટ્રોલીંગ કરીને યુવતીઓની પજવણી કરતાં તત્વો સામે લાલ આંખ કરશે જેને લઈને આવારા તત્વોમાં ફફડાટની લાગણી ફેલાઈ છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.