Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લા માટે આ વર્ષ હવામાન વિભાગની આગાહી મોટાભાગે સાચી ઠરી રહી હોય તેમ આજે પણ સતત ત્રીજી વખત સાચી ઠરી રહી હોય તેમ આજે સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને લગભગ દોઢ કલાકમાં તો સમગ્ર શહેર પાણી પાણી થઇ ચૂક્યું હતું, ૧૦ વાગ્યા સુધીમાં જામનગર શહેરમા ૨૮ મીમી જયારે ધ્રોલમા ૪ મીમી વરસાદ નોંધાયો છે.જયારે જીલ્લાના અન્ય ગ્રામીણ પંથકોમાં પણ હાલ વરસાદ વરસી રહ્યાનું જાણવા મળે છે.