જામનગર: માનસિક બીમાર સાસુને પુત્રવધુએ ઉતારી દીધી મોતને ઘાટ 

એક મહિના બાદ કેમ નોંધાયો હત્યાનો ગુન્હો જાણો...

જામનગર: માનસિક બીમાર સાસુને પુત્રવધુએ ઉતારી દીધી મોતને ઘાટ 

Mysamachar.in-જામનગર

તાજેતરમાં જ જામનગર જીલ્લાના લાલપુરના ખડ્બા ગામે આડા સબંધોમાં આડખીલી બની રહેલ પતિનું કાસળ પત્નીએ પ્રેમી સાથે મળીને કાઢી નાખ્યા બાદ આજે જામનગરમાં વધુ એક વખત સબંધોને શર્મશાર કરતો શહેરના માધવબાગ વિસ્તારમાં સામે આવ્યો છે, વાત એવી છે કે શહેરમાં આવેલ માધવબાગ-1 વિસ્તારમાં મહાદેવ મંદિર નજીક વસવાટ કરતા કસ્તુરબેન કણજારીયા નામના 55 વૃદ્ધા માનસિક અસ્થિર સ્થિતિમાં તેના પુત્રો અને પુત્રવધુઓ સાથે વસવાટ કરતા હતા, અને મરણજનાર કસ્તુરબેન છેલ્લા 22 વર્ષ જેટલા સમયગાળાથી માનસિક બીમાર હતા, અને તેના કારણે તેવો ક્યારેક ધમપછાડા અને તોફાન પણ કરતા હતા,

એવામાં ગત તારીખ 12 માર્ચના રોજ મરણજનાર કસ્તુરબેન અને તેના પુત્રવધુ મનીષાબેન અરવિંદભાઈ કણજારીયા ઘરે એકલા જ હતા, ત્યારે મરણજનાર સાસુ કસ્તુરબેને તોફાન ચાલુ કરી અને પુત્રવધુ મનીષાને ગાળો ભાંડવા લાગતા પુત્રવધુ મનીષા ઉશ્કેરાઈ ગઈ હતી અને તેણીએ પોતાની જ સાસુને દાતરડાથી માથાને ભાગે ઈજાઓ પહોચાડ્યા બાદ ગળાફાંસો આપી અને દીવાલ સાથે માથું અથડાવીને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટનામાં પ્રથમ બનાવ સમયે

અકસ્માતે મોતનો ગુન્હો નોંધી સી ડીવીઝન પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ સહિતની તજવીજ કરવામાં આવી હતી, જે બાદ શોર્ટનોટમાં મૃતકની હત્યા નીપજાવવામાં આવ્યાનું સામે આવતા પી.આઈ.જલુ સહિતની ટીમે તપાસ કરતા પુત્રવધુએ જ સાસુથી કંટાળીને મોતને ઘાટ ઉતારી દીધાનું સામે આવતા મૃતકના પુત્ર દ્વારા તેની ભાભી સામે હત્યાની કલમ હેઠળ ગુન્હો સીટી સી ડીવીઝનમાં દાખલ કરવામાં આવતા પોલીસે હત્યારી પુત્રવધુ ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી આરંભી છે